LIVE NOW

એક દેશ એક ચૂંટણીથી વિકાસની ગતિને વેગ મળશે : રાષ્ટ્રપતિ

Parliament Live:મોદી સરકાર આ સંસદીય સત્રમાં પાછલી સરકારમાં અધુરા રહી ગયેલા કામો પુરા કરવા તરફ પ્રયાસ કરશે

gujarati.news18.com | June 20, 2019, 12:20 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 20, 2019
auto-refresh
Load More
ગુરૂવારે સંસદના સત્રનો ચોથો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં સરકારની આગામી નીતિઓની ઝલક જોવા મળશે. રાષ્ટ્રપતિ પોતાના અભિભાષમમાં 'ન્યૂ ઇન્ડિયા'ની કલ્પના પ્રસ્તુત કર્યુ હતું. રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદીના નવા ભારતને સાકાર કરતી યોજનાઓની ઝલક જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિના સંબોધન બાદ બંને સદનોની કાર્યવાહી શરૂ થશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદમાં ચર્ચા તશે. સંસદનું પ્રથમ સત્ર 26 જૂલાઈ સુધી 40 દિવસ ચાલશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના અભિભાષણમાં જણાવ્યું કે વર્ષ 2014માં નિરાશા અને હતાશામાંથી બહાર નીકળી લોકોએ જે જનાદેશ આપ્યો હતો તેને આગળ ધપાવતા 2019નો જનાદેશ મળ્યો છે. મારી સરકાર છેવાડાના માનવીના ઉત્થાન માટે સમર્પિત છે. રાષ્ટ્રપતિએ સંસદમાં જણાવ્યું કે મારી સરકાર વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તમામ રાજકીય દળોને અપીલ કરૂ છું કે તેઓ એક રાષ્ટ્ર એક ચૂંટણીના મુદ્દે ગંભીરતાથી વિચાર કરે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં પીએમ મોદીના નવા ભારતની કલ્પના જોવા મળી હતી.
corona virus btn
corona virus btn
Loading