દેશના નામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંદેશો, કહ્યું- સૈનિકોની બહાદુરી પર બધા દેશવાસીઓને ગર્વ

દેશના નામે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો સંદેશો, કહ્યું- સૈનિકોની બહાદુરી પર બધા દેશવાસીઓને ગર્વ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું- આત્મનિર્ભર ભારતે કોરોના વાયરસથી રક્ષણ માટે પોતાની વેક્સીન બનાવી લીધી

 • Share this:
  નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) 72માં ગણતંત્ર દિવસની (Republic Day 2021) પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા રાષ્ટ્રીય તહેવારોને, બધા દેશવાસી રાષ્ટ્ર-પ્રેમની ભાવના સાથે મનાવે છે. ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય પર્વ પણ આપણે પૂરા ઉત્સાહ સાથે મનાવતા આપણા રાષ્ટ્રીય ધ્વજ અને સંવિધાન પ્રત્યે સન્માન અને આસ્થા વ્યક્ત કરીએ છીએ.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે દિવસ રાત પરિશ્રમ કરીને કોરોના વાયરસને ડી-કોડ કરીને અને ઘણા ઓછા સમયમાં વેક્સીન વિકસિત કરીને આપણા વૈજ્ઞાનિકોએ માનવતાના કલ્યાણ માટે એક નવો ઇતિહાસ રચ્યો છે. આપણા બધા કિસાન, જવાન અને વૈજ્ઞાનિક વિશેષ રૂપથી અભિનંદનને પાત્ર છે અને કૃતજ્ઞ રાષ્ટ્ર ગણતંત્ર દિવસના શુભ પ્રસંગે આ બધાને અભિનંદ કરે છે.

  આ પણ વાંચો - રાજકોટના બાળકે પીએમ મોદીને કહ્યું- ગુજરાત આવો ત્યારે તમારી સાથે જલેબી-ગાંઠિયા ખાવા છે

  રાષ્ટ્રપતિએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં સિયાચિન અને ગલવાન ઘાટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે માઇનસ 50થી 60 ડિગ્રી તાપમાનમાં, થીજાવી દેનાર ઠંડીથી લઇને, જેસલમેરમાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર તાપમાનમાં બાળી નાખે તેવી ગરમીમાં, ધરતી, આકાશ અને વિશાળ તટીય ક્ષેત્રોમાં આપણા સૈનિકો ભારતની સુરક્ષાની જવાબદારી દરેક ક્ષણ નિભાવે છે. આપણા સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર આપણા બધા દેશવાસીઓને ગર્વ છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આત્મનિર્ભર ભારતે કોરોના વાયરસથી રક્ષણ માટે પોતાની વેક્સીન બનાવી લીધી છે. હવે વિશાળ પાયે ટિકાકરણનું જે અભિયાન ચાલી રહ્યું છે તે ઇતિહાસમાં પોતાની રીતનો સૌથી મોટો પ્રકલ્પ હશે. હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે પોતાના સ્વાસ્થ્ય હિતમાં આ વેક્સીન રૂપી સંજીવનીનો લાભ અવશ્ય ઉઠાવે અને તેને જરૂર લગાવે.
  Published by:Ashish Goyal
  First published: