રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબીયત થઈ ખરાબ, આર્મી હૉસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબીયત થઈ ખરાબ, આર્મી હૉસ્પિટલમાં દાખલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, હાલમાં તબીયત સ્થિર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, હાલમાં તબીયત સ્થિર

  • Share this:
    નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)ની શુક્રવારે અચાનક તબીયત બગડી ગઈ. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આર્મી હૉસ્પિટલ તરફથી જાહેર નિવેદન મુજબ, રાષ્ટ્રપતિની હાલત હાલમાં સ્થિર છે. તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં શુક્રવારે નવી દિલ્હીમાં સેનાના અનુસંધાન અને રેફરલ હૉસ્પિટલ (R&R Hospital)એ કહ્યું કે રાષ્ર્બપતિ રામનાથ કોવિંદ ને છાતીમાં તકલીફની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિનું નિયમિત પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે.

    આ પણ વાંચો, ભારતમાં આજના જ દિવસે બની હતી ચિપકો આંદોલનની ઈતિહાસ રચનારી આ ઘટના

    આર એન્ડ આર હૉસ્પિટલે એક મેડિકલ બુલેટિનમાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આજે સવારે છાતીમાં તકલીફ બાદ નવી દિલ્હીમાં આર્મી હૉસ્પિટલ (R & R) લાવવામાં આવ્યા. તેમની નિયમિત તપાસ ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે.

    આ પણ વાંચો, ચિંતા! દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,60,949એ પહોંચ્યો

    નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્મી હૉસ્પિટલમા; જ 3 માર્ચે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. રાષ્ટ્રપતિ પોતાની દીકરીની સાથે આર્મી હૉસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ વેક્સીન લીધી હતી. ત્યારબાદ તેઓએ દેશમાં સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન ચલાવનારા ડૉક્ટરો, નર્સ અને હેલ્થ વર્કરોનો આભાર માન્યો હતો અને ઉંમર મર્યાદા મુજબ યોગ્યતા પાત્ર લોકોને વેક્સીન લેવાની અપીલ કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:March 26, 2021, 14:03 IST

    ટૉપ ન્યૂઝ