રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ નાયડૂ, પીએમ મોદીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

News18 Gujarati
Updated: October 27, 2019, 9:12 AM IST
રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ નાયડૂ, પીએમ મોદીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, દિપાવલીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા (ફાઇલ તસવીર)

પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, દિપાવલીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા

  • Share this:
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram nath Kovind), ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ (Vice Presidentm venkaiah naidu), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દિવાળી (Deepawali 2019)ની શુભેચ્છાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, દિપાવલીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા. આવો આ દિવસે આપણે પ્રેમ, સહાનુભૂતિ અને સુમેળનો દીપક પ્રજ્વલિત કરીને તમામને, ખાસ કરીને જરૂરિયાતવાળાઓના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ.
બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દિવાળીની પૂર્વ સંધ્યા પર સંદેશ આપ્યો. સંદેશમાં ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યુ કે, પ્રકાશનો આ તહેવાર ભલાઈની શાશ્વત શક્તિ અને તમામ દુષ્ટતા પર વિજય મેળવવાનો આ ક્ષમતાનો ઉત્સવ છે. આપણે એ જ કહીએ છીએ કે અંતમાં સત્ય અને પુણ્યનો જ વિજય થાય છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યુ કે, દિવ્ય પ્રકાશ આપણા જીવનમાં લાવીએ

રવિવારે કરવામાં આવેલા ટ્વિટમાં ઉપરાષ્ટ્રપિતએ કહ્યુ કે, ઝગમગાતા દીવાનો પ્રકાશ અજ્ઞાન, અસમાનતા, ભૂખ, ભેદભાવના અંધકારને દૂર કરી, જ્ઞાન, શુભતા, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંતોષનો દિવ્ય પ્રકાશ આપણા જીવનમાં લાવે.

ઉપરાષ્ટ્રપિતએ કહ્યુ કે, દીપાવલીના પાવન પર્વ પર આપ સૌ દેશવાસીઓને હાર્દિક શુભકાનનાઓ આપું છું. આ દીપોત્સવ તમસો મા જ્યોતિર્ગમયના જીવન સંકપ્લનો પ્રતીક છે.

તેઓએ કહ્યુ કે, કર્તવ્યો અને અધિકારોમાં સંતુલન, એકતા અને સૌહાર્દપૂર્ણ ભાઈચારો જ સમાજમાં રામ રાજ્યના આદર્શને સ્થાપિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પીએમે ટ્વિટ કરીને કહ્યુ કે, દેશવાસીઓને દીપાવલીના પાવન અવસર પર ખૂબ-ખૂબ શુભકામનાઓ. પ્રકાશનો આ ઉત્સવ આપણા સૌના જીવનમાં નવો પ્રકાશ લઈને આવે અને આપણો દેશ સદા સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી પ્રકાશિત રહે.

પ્રિયંકાએ આપી શુભકામનાઓ

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, એક દીવો ઘેરા અંધારાને દૂર કરી દે છે. ભલાઈ અને સત્યનો એક અવાજ જૂઠ અને અન્યાયની આંધીને રોકી દે છે. દીવા, પ્રકાશ, મિઠાઈ, ઉલ્લાસ અને સંપન્નતાના પર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.

કૉંગ્રેસ પણ તમામને દિવાળીની શુભકામનાઓ પાઠવી. પાર્ટીના ઓફિશીયલ એકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું કે, તમામ દેશવાસીઓને મહાપર્વ દિવાળીની હાર્દિક શુભકામનાઓ. આપના જીવનથી તમામ અંધકાર દૂર થાય અને ખુશી રૂપી પ્રકાશથી આપનું જીવન ઝગમગ રહે.
First published: October 27, 2019, 9:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading