રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીધી કોરોના વેક્સીન, હેલ્થ વર્કર્સનો માન્યો આભાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લીધી કોરોના વેક્સીન, હેલ્થ વર્કર્સનો માન્યો આભાર
રાષ્ટ્રપતિએ દેશમાં સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન હાથ ધરવા માટે ડૉક્ટરો, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો

રાષ્ટ્રપતિએ દેશમાં સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન હાથ ધરવા માટે ડૉક્ટરો, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો

 • Share this:
  નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ સામેના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination)નું બીજું ચરણ ચાલી રહ્યું છે. બુધવારે આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. રાષ્ટ્રપતિ પોતાની દીકરીની સાથે દિલ્હી સ્થિત સૈન્ય આર એન્ડ આર હૉસ્પિટલ પહોંચ્યા અને અહીં કોરોનાની વેક્સીન લીધી. ત્યારબાદ તેઓએ દેશમાં સફળતાપૂર્વક વેક્સીનેશન અભિયાન હાથ ધરવા માટે ડૉક્ટરો, નર્સ અને હેલ્થ વર્કર્સનો આભાર માન્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એ તમામ લોકોને કોરોના વેક્સીન લેવાનો પણ આગ્રહ કર્યો જેઓ આ ચરણ હેઠળ પાત્રતા ધરાવે છે.

  નોંધનીય છે કે, બીજા ચરણના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Second Phase) હેઠળ પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીનેશન માટે લોકો Co-WIM 2.0 પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ કે અન્ય આઇટી એપ્લીકેશન પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બીજું ચરણ શરૂ થવાના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દિલ્હી એઇમ્સ (Delhi AIIMS) ખાતે ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin) રસી લીધી હતી.  આ પણ વાંચો, COVID-19 Vaccination 2.0: કોવેક્સિન અને કોવિશીલ્ડે જણાવી વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સ અને કોણ રસી નહીં લઈ શકે

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 2 માર્ચ રાત સુધીના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં કોવિડ-19 વેક્સીનના અત્યાર સુધી 1.54 કરોડ ડોઝ લોકોને આપવામાં આવી ચૂક્યા છે. આ આંકડામાં મંગળવારે આપવામાં આવેલા 6,09,845 ડોઝ પણ સામેલ છે. કોવિડ-19 સામે લડવા રાષ્ટ્રવ્યાપી વેક્સીનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. જેમાં પહેલા ચરણમાં સ્વાસ્થ્યકર્મીઓને રસી આપવાની શરુઆત થઈ હતી.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત, ડૉક્ટરો શોધી રહ્યા છે કારણ

  મંત્રાલયે કહ્યું કે, મંગળવાર સાંજે સાત વાગ્યા સુધી અસ્થાગી આંકડાઓ મુજબ, અત્યાર સુધી વેક્સીનના કુલ 1,54,61,864 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 4,34,981 લાભાર્થી અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના 60,020 લાભાર્થી પણ સામેલ છે.
  Published by:Mrunal Bhojak
  First published:March 03, 2021, 15:00 IST

  ટૉપ ન્યૂઝ