રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને AMU ખાતે ભારે બંદોબસ્ત

News18 Gujarati
Updated: March 7, 2018, 10:49 AM IST
રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને AMU ખાતે ભારે બંદોબસ્ત
રામનાથ કોવિંદ (ફાઈલ તસવીર)

થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતાઓ રામનાથી કોવિંદને તેના ભાષણને લઇને માફી માંગવા અથવા યુનિવર્સિટિનો પોતાનો કાર્યક્રમ પડતો મૂકવાની વાત કહી હતી.

  • Share this:
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં હાજરી આપશે. જેના પગલે યુનિવર્સિટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વિદ્યાર્થી નેતાઓ રામનાથી કોવિંદને તેના ભાષણને લઇને માફી માંગવા અથવા યુનિવર્સિટિનો પોતાનો કાર્યક્રમ પડતો મૂકવાની વાત કહી હતી.

‘દીક્ષાંત સમારંભમાં ન આવો’

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના ઉપાધ્યક્ષ સજાદ સુભાને કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમના 2010ના નિવેદન પર માફી માંગવી જોઈએ અથવા તે તેમણે યુનિવર્સિટિમાં યોજાનાર દીક્ષાંત સમારંભમાં આવવું જોઈએ નહીં.

નોંધનીય છે કે 2010માં રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ઇસ્લામ અને ક્રિશ્ચિયન દેશ બહારના છે. આ વાત તેમણે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટ પર ટિપ્પણી કરતા કહી હતી. રંગનાથ મિશ્રા કમિશને સામાજિક તેમજ આર્થિક રીતે પછાત ધાર્મિક તેમજ ભાષાકીય લઘુમતિઓ માટે 15 ટકા અનામતની (10 ટકા મુસ્લિમો માટે તમજ 5 ટકા અન્ય લઘુમતિઓ માટે) ભલામણ કરી હતી.આ અંગે ટિપ્પણી કરતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે આવું શક્ય નથી. કારણ કે મુસ્લિમો તેમજ કિશ્ચિયનોને અનુસૂચિત જાતિમાં સામેલ કરવું ગેર-બંધારણીય હશે. એ વખતે કોવિંદ બીજેપીના પ્રવક્તા હતા. જ્યારે કોવિંદને પૂછવામાં આવ્યું કે તો શીખોને આ જ વર્ગમાં કેવી રીતે અનામત આપવામાં આવ્યું છે ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ઇસ્લામ અને ક્રિશ્ચિયન દેશ માટે બહારના છે.’

કોવિંદની મુલાકાતનો વિરોધ કરતા સજાદ સુભાને કહ્યું કે, કાં તો તેઓ 2010માં આપેલા તેના ભાષણ પર પોતાની ભૂલ માની લે અથવા તેઓ દીક્ષાંત સમારંભમાં સામેલ ન થાય. તેણે એવું પણ કહ્યું કે, જો કંઈક ખોટું થશે તો તે માટે રાષ્ટ્રપતિ પોતે અને યુનિર્સિટિના વીસી જવાબદાર રહેશે. સ્ટુડન્ટ્સ તેમના ભાષણને કારણે ખૂબ જ ગુસ્સામાં છે.

સ્ટુડન્ટ નેતાએ કહ્યું કે, ‘કાં તો તેઓ સ્વીકારે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મ ભારતના છે અથવા કેમ્પસમાં ન આવે. જો બીજેપી સરકાર અને રાષ્ટ્રપતિ શાંતિ ઈચ્છી રહ્યા છે તો તેમણે પોતાના ભાષણ પર માફી માંગવી જોઈએ.’

સ્ટુડન્ટ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, ‘રાષ્ટ્રપતિ કોવિંદના આવવાથી સંસ્થાને કોઈ લાભ નહીં થાય. કુલપતિએ પોતાના વ્યક્તિગત કારણને લીધે તેમને નિમંત્રણ આપ્યું છે. તેઓ એવો સંદેશ આપવા માંગે છે કે એએમયૂએ પણ બીજેપી સરકાર અને તેની વિચારધારાનો સ્વીકાર કરી લીધો છે.’

સ્ટુડન્ટ નેતાએ કહ્યું કે, ‘સ્થાનિક એમપી, એમએલએ કે આરએસએસના કોઈ કાર્યકરને કેમ્પસમાં આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. જો તેમને આમંત્રિત કરવામાં આવશે તો સ્ટુડન્ટ દીક્ષાંત સમારંભનો બહિષ્કાર કરશે અને વીસીનો વિરોધ કરશે. કુલપતિ પોતાના વ્યક્તિગત લાભ માટે યુનિવર્સિટીનું ભગવાકરણ કરી રહ્યા છે.’
Published by: Vinod Zankhaliya
First published: March 7, 2018, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading