Home /News /national-international /

બળાત્કાર પર ફાંસીના વટહુકમને રાષ્ટ્રપતિએ 24 કલાકમાં જ આપી મંજૂરી, કાયદો લાગૂ

બળાત્કાર પર ફાંસીના વટહુકમને રાષ્ટ્રપતિએ 24 કલાકમાં જ આપી મંજૂરી, કાયદો લાગૂ

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોસ્કો એક્ટમાં બદવાલ લાવવાના વટહુકમ પર હસ્તાક્ષર કરીને મંજૂરી આપી દીધી છે. શનિવારે જ વડાપ્રધાનના ઘરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ વટહુકમ લાવવામાં આવ્યાં હતાં.  જે બાદ મંજૂરી માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવા આવ્યાં હતાં.

    કડકમાં કડક સજા થશે
    નવા વટહુકમ પ્રમાણે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કાર કરનારાને મોતની સજા આપવામાં આવશે. 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે રેપ કરનારને ઓછામાં ઓછી 10 વર્ષની સજાને વધારીને 20 વર્ષની કરવામાં આવી છે. દોષીને ઉમર કેદ પણ થઇ શકે છે.

    તપાસ અને સુનાવણી માટે સમય મર્યાદા નક્કી
    -રેપના દરેક મામલાની તપાસ કોઇ પણ હાલમાં 2 મહિનાની અંદર પુરી કરવામાં આવશે.
    -રેપ મામલાની સુનાવણી પણ 2 મહિનાની અંદર પુરી કરી દેવામાં આવશે.
    -રેપ મામલામાં અપીલ અને અન્ય સુનાવણી માટે અધિકતમ છ મહિનાનો સમય આપવામાં આવશે.

    બાળકો પર બળાત્કારમાં સજા ફાંસી, 10 પોઈન્ટમાં જાણો શું છે POCSO એક્ટ

    નહીં મળે જામીન
    -16 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપ કે ગેંગરેપના આરોપી માટે અગ્રિમ જામીનનો કોઇ કાયદો નથી.
    -16 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપના મામલામાં જામીન પર સુનાવણી પહેલા કોર્ટને પબ્લિક પ્રોસિક્યૂટર અને પીડિતા પક્ષને 15 દિવસની નોટિસ આપવી પડશે.

    દેશમાં દર 15 મિનિટે એક બાળક બને છે યૌન હિંસાનો શિકાર

    બાળ અધિકાર માટે કામ કરતી બિન સરકારી સંસ્થા ક્રાઇ (ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યૂ)ના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બાળક યૌન ગુનાનો શિકાર બને છે. છેલ્લા 10 વર્ષમાં સગીરો સામે અત્યાચારના કેસમાં 500 ટકાનો વધારો નોંધાયો છે.

    એક રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે બાળકો સામે અત્યાચારના કેસમાંથી 50 ટકા ગુના મુખ્ય પાંચ રાજ્યમાં નોંધવામાં આવ્યા હતા. આ રાજ્યમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

    આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'છેલ્લા 10 વર્ષમાં સગીરો વિરુદ્ધ અત્યાચારમાં 500 ટકાનો વધારો થયો છે. 2016માં કુલ 1,06,958 કેસ સામે આવ્યા હતા. 2006માં આ સંખ્યા 18,967 હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Death Penalty, Kathua Rape Case, Pocso act, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन