પૂર્વ CJI રંજન ગોગોઈને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નામિત કર્યા

News18 Gujarati
Updated: March 16, 2020, 10:59 PM IST
પૂર્વ CJI રંજન ગોગોઈને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નામિત કર્યા
પૂર્વ CJI રંજન ગોગોઈને રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે નામિત કર્યા

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અયોધ્યામાં રામ મંદિર સહિત ઘણા મહત્વપૂર્ણ મામલા પર નિર્ણય સંભળાવ્યા હતા

  • Share this:
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ(Ranjan Gogoi)ને રાજ્યસભા માટે નામિત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલા નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)પૂર્વ સીજેઆઈને રાજ્યસભા માટે મનોનિત કર્યા છે. રંજન ગોગોઈએ અયોધ્યામાં રામ મંદિર સહિત ઘણા મહત્વપૂર્ણ મામલા પર નિર્ણય સંભળાવ્યા હતા.

પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈનો કાર્યકાળ 13 મહિનાનો રહ્યો હતો. તે 3 ઓક્ટોબર 2018ના રોજ ભારતના 46માં ચીફ જસ્ટિસ બન્યા હતા. ગોગોઈ 17 નવેમ્બર 2019ના રોજ રિટાયર થયા હતા. તેમણે ગત વર્ષે 9 નવેમ્બરે રામ મંદિર પર ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો.

આ પણ વાંચો - મધ્ય પ્રદેશ : રાજ્યપાલે CM કમલનાથને ચિઠ્ઠી લખી, 17 માર્ચે કરાવો ફ્લોર ટેસ્ટ

કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલા નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind)પૂર્વ સીજેઆઈને રાજ્યસભા માટે મનોનિત કર્યા છે


આ મહત્વના મુદ્દા પર સંભળાવ્યો હતો નિર્ણય
પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની નિવૃત્તિ પહેલા ઘણા મોટા નિર્ણય સંભળાવ્યા હતા. જેમાં એક રાફેલ ડીલ પણ હતી. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકથી લઈને અયોધ્યા જેવા મોટા નિર્ણય લીધા હતા. આ એવા મુદ્દા હતા જે લાંબા સમયથી ચાલી રહ્યા હતા. 17 નવેમ્બર 2019ના રોજ ગોગોઈનો કોર્ટમાં અંતિમ દિવસ હતો. જતા-જતા ચીફ જસ્ટિસે એવા ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યા હતા, જે લોકો લાંબા સમય સુધી યાદ રાખશે. તેમણે સબરીમાલા મંદિર, ચીફ જસ્ટિસની ઓફિસને RTIની અંદર લાવવી, સરકારી જાહેરાતમાં નેતાઓની તસવીર પર પ્રતિબંધ જેવા મામલા પર નિર્ણય સંભળાવ્યા હતા.
First published: March 16, 2020, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading