ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, 17 સપ્ટેમ્બર, 2018થી લાગૂ માનવામાં આવશે

News18 Gujarati
Updated: August 1, 2019, 9:38 AM IST
ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, 17 સપ્ટેમ્બર, 2018થી લાગૂ માનવામાં આવશે
ન્યૂઝ18 ક્રિએટિવ

મોદી સરકારે પોતાની કુશળ રણનીતિ અને સારા ફ્લોર મેનેજમેન્ટથી બિલને 25 જુલાઈના રોજ લોકસભા અને 30 જુલાઈના રોજ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું.

  • Share this:
લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ હવે ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિ પાસેથી મળેલી મંજૂરી બાદ ત્રણ તલાક બિલે હવે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ કાયદો 19મી સપ્ટેમ્બર, 2018થી લાગૂ માની લેવામાં આવશે. મોદી સરકારે પોતાની કુશળ રણનીતિ અને સારા ફ્લોર મેનેજમેન્ટથી બિલને 25 જુલાઈના રોજ લોકસભા અને 30 જુલાઈના રોજ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. બિલે કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ 19મી સપ્ટેમ્બર, 2018 પછી જેટલા પણ ત્રણ તલાકના મામલા સામે આવ્યા છે એ તમામ નવા કાયદા અંતર્ગત આવી જશે. (આ પણ વાંચો : ત્રણ તલાક બિલ પાસ, જાણો દોષિતોને હવે કેટલી સજા મળશે?)

લોકસભામાં ત્રણ તલાક બિલ પાસ થયા બાદ મંગળવારે રાજ્યસભામાં બિલને લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ પાસ થતા હવે કોઈ પણ પ્રકારે આપેલા તલાક ગુનાની શ્રેણીમાં આવી જશે. બિલમાં ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 99 વોટ અને તેના વિરોધમાં 84 વોટ પડ્યા હતા. વોટિંગ સમયે 183 સાંસદો જ ગૃહમાં હાજર હતા. ચર્ચા દરમિયાન બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરાવવામાં આવ્યું હતું. આ પહેલા બિલને રાજ્યસભાની સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ 84ની સરખામણીમાં 100 મતથી રદ થઈ ગયો હતો. (આ પણ વાંચો : એ પાંચ મહિલા જેણે ત્રણ તલાક વિરુદ્ધ સૌથી મોટી જંગ લડી)બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તમામ સાંસદોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "આખા દેશ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતાઓ અને બહેનોની જીત થઈ છે, તેમના સન્માનથી જીવવાનો હક્ક મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કૃપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સંસંદોનો આભાર માનું છું."

મોદીએ બીજા ટ્વિટમાં લખ્યું કે, "ત્રણ તલાક બિલનું પાસ થવું એ મહિલા સશક્તિકરણની દીશામાં મોટું પગલું છે. તુષ્ટિકરણના નામે દેશની કરોડો માતા-બહેનોને તેમના અધિકારોથી વંચિત રાખવાનું પાપ કરવામાં આવ્યું હતું. મને એ વાતનું ગર્વ છે કે મુસ્લિમ મહિલાઓને તેમનો હક્ક અપાવવાનું સૌભાગ્ય અમારી સરકારને પ્રાપ્ત થયું છે."
First published: August 1, 2019
વધુ વાંચો
अगली ख़बर