Diwali 2020: 'જરૂરિયાતમંદો માટે આશાનો દીવો બનો'- દિવાળીમાં રાષ્ટ્રપતિ અને PM આપી શુભેચ્છાઓ

Diwali 2020: 'જરૂરિયાતમંદો માટે આશાનો દીવો બનો'- દિવાળીમાં રાષ્ટ્રપતિ અને PM આપી શુભેચ્છાઓ
PM નરેન્દ્ર મોદી

દિવાળી (Diwali 2020)ના આ પાવન પર્વ પર અયોધ્યામાં શુક્રવારે દિપોત્સવમાં જ્યાં સાડા પાંચ લાખ દીવા પ્રગટાવ્યા ત્યાં જ આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમેત વડાપ્રધાન મોદીએ આપી આ શુભેચ્છા.

  • Share this:
    આજે સમગ્ર દેશ દિવાળી (Diwali 2020)ની ઉજવણી કરી રહ્યો છે. કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકો ઘરમાં જ હાલ નજીકના સંબંધીઓ સાથે દિવાળીનો આ પર્વ મનાવી રહ્યા છે. ત્યારે શુક્રવારે અયોધ્યામાં દિવાળીમાં પર સાડા પાંચ લાખ દીવડાની રોશનીથી રામનગરીને જગમગાવવામાં આવી હતી. શનિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રામનાથ કોવિંદ અને અને મોટા નેતાઓએ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપતા કહ્યું કે દિવાળી સ્વચ્છતાનો ઉત્સવ છે. આ માટે આપણએ પ્રદૂષણથી મુક્ત, પર્યાવરણને અનૂકુળ અને સ્વચ્છ દિવાળી મનાવીને પ્રકૃતિનું સન્માન કરવું જોઇએ. તેમણે કહ્યું કે આ પર્વ આપણને માનવતાની સેવા કરીને અગ્રેસર હોવા માટે પ્રેરિત કરે છે. આવો સંકલ્પ કરીએ કે જે રીતે એક પ્રગટેલો દીપક અનેક દિવડાને પ્રજવ્વલિત કરે છે. તે જ રીતે આપણે સમાજને નિર્ધન, બેસહારા અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ બાટીને આશા અને સમૃદ્ધિની દીપક બનીએ.




    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરતા લખ્યું કે દિવાળીના શુભ અવસર પર તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા મારા ભારતીયોને હાર્દિક શુભેચ્છા મારી કામના છે કે ખુશીઓ અને પ્રકાશના આ મહાપર્વ પર દેશનો દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમુદ્ધિનો સંચાર થાય.


    દિવાળીના આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું કે તમામ દેશવાસીને દિવાળીની હાર્દિક મંગલકામનાઓ. તમામને દિવાળીની શુભકામના. આ તહેવાર તમારને પ્રસન્નતા આપે. તમામ લોકો સમુદ્ધ અને સ્વસ્થ રહે.


    દેશના ગૃહ મંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે દિવાળીના આ પાવન પર્વ પર તમાર દેશવાસીઓના જીવનમાં સુખ અને સમુદ્ધિ આવે અને તમામના ઉત્તર સ્વાસ્થ્યનું હું કામના કરું છું. દિપોત્સવની હાર્દિક શુભકામનાઓ.


    ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ દિવાળીના આ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ પર્વ પર તમામ લોકોને જીવનમાં આનંદ, ઉલ્લાસ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થય લઇને આ મંગળકામના. તમારી દિવાળી શુભ અને મંગળમય રહે.


    આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
    Published by:Chaitali Shukla
    First published:November 14, 2020, 11:16 am

    टॉप स्टोरीज