હિન્દુસ્તાનમાં મુસલમાન ભાડુઆત નથી, સરખા ભાગના ભાગીદાર છીએઃ ઔવેસી

News18 Gujarati
Updated: June 1, 2019, 3:32 PM IST
હિન્દુસ્તાનમાં મુસલમાન ભાડુઆત નથી, સરખા ભાગના ભાગીદાર છીએઃ ઔવેસી

  • Share this:
હંમેશા ભડકાવ ભાષણ આપી ચર્ચામાં રહેલા એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દિન ઔવેસીએ હૈદરાબાદના કાર્યક્રમમાં વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને હૈદ્રાબાદથી સાંસદ તરીકે ચોથી વખત જીતનારા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને પીએમ મોદીની ભવ્ય જીત બાદ મનમાની ન કરવા કહ્યું.

ઔવેસીએ કાર્યક્રમમાં કહ્યું કે જો કોઈ એમ સમજી રહ્યું હોય કે હિંદુસ્તાનનો વઝીર-એ-આઝમ 300 સીટ જીતીને હિંદુસ્તાન પર મનમાની કરશે, તો એ શકય નહિ બને. સંવિધાનની વાત કરીને વઝીર-એ-આઝમને કહેવા માંગુ છું કે ઔવૈસી તમારી સાથે લડશે, પીડિતોના ન્યાય માટે લડશે. હિંદુસ્તાનને આબાદ રાખીશું, અમે અહીં ભાડુઆત નથી, સરખા ભાગના ભાગીદાર છીએ.

અહીં ક્લિક કરી વાંચોઃ ટ્રેનમાં નેતાઓની મજાક કરીને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થઇ ધરપકડ

ઓવૈસીએ કહ્યુ હતુ કે, મુસ્લિમોને દેશના ભાડૂઆત ના સમજતા. તેઓ આ દેશમાં બરાબરના હકદાર છે. બરાબરીના નાગરિક છે અને તેમને સંવિધાને આપેલા અધિકારીઓથી વંચિત નહી રાખી શકાય. ભાજપ સત્તા પર આવ્યુ છે તેનાથી મુસ્લિમોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, દેશનુ બંધારણ દરેક નાગરિકને તેના ધર્મનુ પાલન કરવાની છુટ આપે છે. જો પીએમ મોદી મંદિર જઈ શકે છે તો તમે પણ ગર્વથી મસ્જિદમાં જઈ શકીએ છીએ.

તો ઔવેસીની વિવાદિત ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી એ કહ્યું કે અમે હમેશા સેવકના રૂપમાં કામ કર્યું છે. બધા જાણે છે કે મોદીજી કયારે પણ શાસક બન્યા નથી. કેટલાક લોકોને પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે કારણ કે મોદી સરકારના કામકાજથી તેમની વોટની દુકાનો બંધ થઈ ચુકી છે. હવે તેઓ વોટનો સોદો કરી શકતા નથી.
First published: June 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading