Eid-ul-Adha 2021: રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી સહિત અનેક નેતાઓએ આપી ઈદ-ઉલ-અજહાની શુભકામનાઓ

(પ્રતીકાત્મક તસવીર)

Eid-ul-Adha 2021: દેશના તમામ નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને બકરી ઈદની ઉજવણી કરવાની અપીલ કરી

  • Share this:
    Eid-ul-Adha 2021. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahull Gandhi)એ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહા (Eid al-Adha 2021)ની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ઈદ-ઉલ-ઝુહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કરીને અને સમાવેશી સમાજમાં એકતા અને ભાઈચારા માટે મળીને કાર્ય કરવાનો તહેવાર છે. આવો, આપણે કોવિડ-19થી બચવાના ઉપાય અપનાવતા સમાજના દરેક વર્ગની ખુશહાલી માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.

    આ પણ વાંચો, Covid કેસ ઘટ્યા બાદ અમેરિકાએ ભારત માટે જાહેર કરી નવી ટ્રાવેલ એડવાઇઝરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાને લખ્યું કે, ઈદ મુબારક! ઈદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ સામૂહિક સહાનુભૂતિ, સદભાવ અને સેવામાં સમાવેશની ભાવનાને આગળ વધારશે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા આજે હું ઈદ-ઉલ-અજહાના પ્રસંગે પોતાના ઘરે જ નમાઝ અદા કરી અને દેશના લોકો અને પૂરી દુનિયાની માનવતાના સારા સ્વાસ્થ્ય અને સલામતની દુઆ કરી.

    બીજી તરફ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બકરી ઈદ (Bakri Eid)ની શુભકામનાઓ આપી. તેમણે લખ્યું કે, આપ સૌને ઈદ-ઉલ-અજહા મુબારક હો. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી સ્ટાલિને મંગળવારે ઈદ-ઉલ-અજહાની પૂર્વ સંધ્યા પર શુભકામનાઓ આપી. ઈદ-ઉલ-અજહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો, રાજ કુન્દ્રા કેસમાં શિલ્પા શેટ્ટીની પણ છે ભૂમિકા? પોલીસે ખોલ્યું મોટું રહસ્ય


    નોંધનીય છે કે, આ વર્ષે બકરી ઈદની સામૂહિક નમાજ નથી થઈ. જામા મસ્જિદના ઈમામે કહ્યું કે, કોવિડ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખતા અમે સામાન્ય નમાજનો સમય રદ કરી દીધો. કેટલાક સ્થાનિક લોકોને બાદ કરતાં, કોઈ અન્ય ન આવ્યું. ભીડથી બચવા માટે અહીં સવારમાં જ નમાજ અદા કરી દેવામાં આવી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: