Home /News /national-international /

પાકિસ્તાને કમાન્ડર અભિનંદનને વીડિયો રેકોર્ડિંગ માટે રોક્યા હતા, એટલા માટે થયું મોડું!

પાકિસ્તાને કમાન્ડર અભિનંદનને વીડિયો રેકોર્ડિંગ માટે રોક્યા હતા, એટલા માટે થયું મોડું!

ભારત પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન

કલાકો સુધીના રાહ જોયા પછી શુક્રવારે રાત્રે 9.20 કલાકે પાકિસ્તે અભિનંદનને ભારતીય અધિકારીઓને સોંપ્યો હતો.

  ન્યૂઝ18ગુજરાતીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પોતાના વતન ભારત પરત ફર્યા છે. વાઘા બોર્ડર ઉપર પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદર વર્તમાનને ભારતનો સોંપ્યા છે. કલાકો સુધીના રાહ જોયા પછી શુક્રવારે રાત્રે 9.20 કલાકે પાકિસ્તે અભિનંદનને ભારતીય અધિકારીઓને સોંપ્યો હતો.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની વાયુસેનાએ અભિનંદનને સોંપવાના કાર્યક્રમના બે વખત ફેરફાર કર્યો હતો. મોડું થવાનું કારણ એ પણ જાણવા મળ્યું હતું કે, મૂક્તિ પહેલા અભિનંદનના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે રેકોર્ડ વીડિયોમાં પાકિસ્તાનની જરૂરત પ્રમાણે એડિંટિંગ કરી શકે છે.

  જ્યારે વિંગ કમાન્ડર અભિનંદરને ભારત પરત ફર્યા બાદ માર્શલ આરજીકે કપૂરે કહ્યું હતું કે, અમને ખુશી છે કે વિંગ કમાન્ડર અભિનંદનને અમને સોંપવામાં આવ્યો છે. આખી પ્રક્રિયા વાયુસેનાના ઓપરેટિવ્સ અનુસાર કરવામાં આવી હતી. તેમનું ઝિણવટ ભર્યું તબીબી તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. કારણ કે તેઓ વિમાનમાંથી પડ્યા હતા.

  ઉલ્લેખનીય છેકે, અભિનંદનની મુક્તિ માટે બંને દેશ વચ્ચે કાગળની પ્રક્રિયા કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને વાઘા બોર્ડર વિસ્તારમાં બીએસએફ તરફથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. તો એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

  આ પણ વાંચોઃ-ભારત આવ્યા અભિનંદન, એરફોર્સના અધિકારીઓને સોંપાયા વિંગ કમાન્ડર

  વિંગ કમાન્ડર અભિનંદન ભારતની ધરતી પર પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થયો હતો. નરેન્દ્ર મોદીથી લઇને ટોચના રાજકારણીઓ નેતાઓ અને ક્રિકેટ અને બોલીવૂડ સેલિબ્રિટી દ્વારા ટ્વીટ કરવામાં આવી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

  જે બોર્ડર પર અભિનંદન આવ્યા તેને વાઘા-અટારી બોર્ડર કહેવામાં આવે છે. વાઘા પાકિસ્તાન તરફથી છે, જ્યાં અભિનંદન આવી પહોંચ્યા હતા. જ્યારે અટારી બોર્ડર ભારત તરફથી છે,
  Published by:ankit patel
  First published:

  Tags: Abhinandan, Indian Air Force, પાકિસ્તાન, પુલવામા એટેક, ભારત

  આગામી સમાચાર