Diwali2019 પહેલા ભારતીયોને મોટી ગિફ્ટ, આ દેશ માટે નહીં લેવા પડે વિઝા

News18 Gujarati
Updated: October 25, 2019, 8:10 PM IST
Diwali2019 પહેલા ભારતીયોને મોટી ગિફ્ટ, આ દેશ માટે નહીં લેવા પડે વિઝા
બ્રાઝિલની તસવીર

થોડા દિવસ પહેલા જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પર્યટકો અને વેપારીઓને વિઝામાંથી છૂટ આપી હતી.

  • Share this:
ન્યૂઝ18ગુરજરાતીઃ દુનિયાના પાંચમાં સૌથી મોટા દેશ બ્રાઝિલે દિવાળી પહેલા ભારતીયોને મોટી ગિફ્ટ આપી છે. બ્રાઝિલના (Brazil President)રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ (Jair Bolsonaro) કહ્યું છે કે, ભારતીય લોકો માટે બ્રાઝિલ આવવા ઉપર વિઝાની (Visa) જરૂરત નહીં રહે. તેમણે વધુમાં જણાવ્યું છે ભારત ઉપરાંત ચીનને પણ સાઉથ અમેરિકાના (South America) સૌથી મોટા દેશમાં જવાની છૂટ આપી છે. બ્રાઝિલ સાઉથ આઉથ અમેરિકા અને લેટિન અમેરિકાનો સૌથી મોટો દેશ છે. બોલ્સોનારો આવ વર્ષે જ સત્તામાં આવ્યા છે. તેમણે દેશમાં વ્યવસાય વધારવા માટે અનેક દેશોને વિઝામાં છૂટ આપી છે.

બ્રાઝિલના વિઝા તૈયાર થવામાં અત્યાર સુધી 10થી 15 દિવસનો સમય લાગતો હતો. વર્ક વિઝા 7થી 10 દિવસમાં બનતા હતા. થોડા દિવસ પહેલા જ બ્રાઝિલે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પર્યટકો અને વેપારીઓને વિઝામાંથી છૂટ આપી હતી. આ દેશોમાં બ્રાઝિલથી આવનારા પર્યટકોમાં આવી છૂટ આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ-Diwali2019માં ફરવા માટે ગુજરાતમાં ક્યાં જશો? આ રહી જગ્યાઓ

આ પણ વાંચોઃ-માછીમારને મળી એક જીવની ઊલટી, વેચીને કમાશે 2.27 કરોડ રૂપિયા

ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બ્લોલ્સોનાર કડક નિર્ણય લેવા માટે જાણિતા છે. ભ્રષ્ટાચારમાંથી મૂક્તિ આપવાના વચનના કારણે તેમને જીત મળી છે. આ વખતની ચૂંટણીમાં તેમણે ઘણા માર્જીનથી જીત મેળવી હતી. રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને નસ્લવાદી, સમલૈંગિક વિરોધી અને મહિલા વિરોધી ટિપ્પણીઓ માટે પણ જાણિતા છે.

આ પણ વાંચોઃ-Dhanteras 2019: આવી રીતે ખરીદો સસ્તામાં સોનાનો સિક્કો, ગીઝર, મિક્સરનવેમ્બરમાં મોદીને મળશે બોલ્સોનારો
બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયામાં 13-14 નવેમ્બરના દિવસે થનારી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime ministor Narendra modi) અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સાથે મુલાકાત થશે. આ સમિટમાં પીએમ મોદી અને બોલ્સોનારો અનેક મહત્વના મુદ્દાઓ ઉપર સમજૂતી કરાર કરી શકે છે. આ પહેલા બે મોટા નેતાઓ જૂનમાં જી-20 સમિટમાં મળ્યા હતા. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
First published: October 25, 2019, 8:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading