Home /News /national-international /

કોથળા ભરાઇને રૂપિયા ઝડપાયા, લોકસભાની આ બેઠક પર ચૂંટણી રદ

કોથળા ભરાઇને રૂપિયા ઝડપાયા, લોકસભાની આ બેઠક પર ચૂંટણી રદ

    તામિલનાડુના વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. વેલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી રદ્દ કરવા માટે ચૂંટણી આયોગે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માગી હતી. જેને મોડી રાત્રે મંજૂરી મળી ગઇ છે. ઇન્કમ ટેક્સ વિભાગે વેલ્લોર જિલ્લામાં સોમવારે દ્રવિડ મુનેત્ર કડગમ (દ્રમુક)ના એક અધિકારીના સિમેન્ટ ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં કેસ જપ્ત કર્યા હતા.ત્યારબાદથી અટકળો વહેતી થઇ હતી.

    કહેવામાં આવી રહ્યું છે કે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ ડીએમકે અધિકારીના સિમેન્ટની ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ગોડાઉનમાં રાખેલા કાર્ટુનો અને કોથળા ભરીને રૂપિયાના બંડલ મળી આવ્યા હતા. દ્રમુક અધિકારીને પાર્ટી કોષાધ્યક્ષ દુરઇમુરુગનના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ રોકાણકારો સાવધાન! જાપાનમાં સતત છ દિવસ બંધ રહેશે શેરબજાર

    ગોડાઉનમાં મોટી સંખ્યામાં રૂપિયા મળ્યા બાદ ચૂંટણી આયોગે આ સીટ પર ચૂંટણી રદ્દ કરવાની વાત કરી હતી. કહેવામાં આવે છે કે વેલ્લોર સંસદીય ક્ષેત્રમાં 18 એપ્રિલે ચૂંટણી યોજાનાર હતી. રાષ્ટ્રીપતિની મંજૂરી બાદ હવે નવી તારીખે ચૂંટણી યોજાશે.

    ઉલ્લેખનીય છે કે દુરઇમુરુગનના પુત્ર ડી.એમ.કથિર આનંદ વેલ્લોર સીટના દ્રમુકના ઉમેદવાર છે. આ પહેલા 2017માં ચૂંટણી આયોગે મતદાતાઓને મોટી સંખ્યામાં પૈસા આપવાની ફરિયાદ કર્યા બાદ આર કે નગર સીટની પેટા ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Cash, Constituency, Money power, Parliamentary, Rescinded the election, Tamil Nadu, Vellore, રાષ્ટ્રપતિ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन