મુંબઈ : રાષ્ટ્રપતિ ચૂંટણીમાં (President Election 2022) શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂને (Droupadi Murmu)સપોર્ટ કરવાનું મન બચાવી ચૂક્યા છે. ઉદ્ધવનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાના પક્ષમાં હતા. જ્યારે શિવસેનાના કેટલાક સાંસદો દ્રોપદી મુર્મૂનું સમર્થન કરી રહ્યા છે.
સૂત્રોના મતે ઉદ્ધવ ઠાકરેએ એનડીએ ઉમેદવાર દ્રોપર્દી મુર્મૂને સપોર્ટ કરવા માટે તૈયાર થઇ ગયા છે. એટલે કે તેમણે સંજય રાઉતની સલાહને ફગાવતા પાર્ટીના સાંસદોની વાત માની લીધી છે.
ગત રોજ શિવસેનાની બેઠક મળી હતી. જેમાં પાર્ટીના 19માંથી 11 સાંસદો પહોંચ્યા હતા. જેમાં મોટાભાગના સાંસદોએ ઉદ્ધવને અપીલ કરી હતી કે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂનું સમર્થન કરે. જ્યારે સંજય રાઉતનું કહેવું છે કે શિવસેનાએ યશવંત સિન્હાનો સપોર્ટ કરવો જોઈએ. આ મુદ્દા અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરેએ લેવાનો છે.
જ્યારે દ્રોપદ્રી મુર્મૂને સમર્થનવાળી વાત સામે આવી છે તો તેના પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે દ્રોપદ્રીને સમર્થન કરવાનો મતલબ બીજેપીને સમર્થન કરવાનું નથી. શિવસેનાના યશવંત સિન્હા સાથે સારા સંબંધો છે પણ લોકોની ભાવનાઓનો પણ ખ્યાલ રાખવો જોઈએ. શિવસેના હંમેશા આવા નિર્ણય લેતી રહી છે.
ઉદ્ધવ ઠાકરેનો આ નિર્ણય મહાવિકાસ અઘાડી ગઠબંધન માટે ઝટકો છે. કારણ કે એમવીએ ગઠબંધનના બાકી બે સાથી કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી યશવંત સિન્હાને સપોર્ટ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે 18 જુલાઇના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. 21 જુલાઇએ દેશના નવા રાષ્ટ્રપતિ મળશે.
મહારાષ્ટ્રની રાજનીતિ ઘટનાક્રમની ટાઇમલાઇન
20 જૂન - મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મહાવિકાસ અઘાડી સરકારમાં ક્રોસ વોટિંગ થયું હતું, ભાજપાના પાંચેય ઉમેદવારો જીતી ગયા હતા.
21 જૂન - રાત્રે શિવસેવાના બળવાખોર ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત હોટલમાં પહોંચ્યા હતા.