Home /News /national-international /

President Election 2022: ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ, જાણો ક્યારે મળશે દેશને નવા રાષ્ટ્રપતિ

President Election 2022: ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ, જાણો ક્યારે મળશે દેશને નવા રાષ્ટ્રપતિ

ભારતીય ચૂંટણી પંચ જાહેર કરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ, જાણો ક્યારે મળશે દેશને નવા રાષ્ટ્રપતિ

President Election in India 2022:  ચૂંટણી પંચના અધિકારીઓએ આજે બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે (President Election in India 2022) . ભારતના નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ 2017 માં રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાઈ હતી અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી.

વધુ જુઓ ...
    President Election in India 2022 Date: વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) નો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ (The Election Commission of India) એ આજે બપોરે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી (the election of the next President) માટેનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ બપોરે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તમને જણાવી દઈએ કે ભારતના નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાઈ હતી અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી.

    આપને જણાવી દઈએ કે આગામી ભારતના 16માં  રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જુલાઇના રોજ યોજાશે. 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે.જ્યારે 21 જુલાઇના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

    આ પણ વાંચો: રાતના 10 વાગ્યા બાદ હવે નહીં થઈ શકે કોઈ લગ્ન સમારંભ! જાણો કયા શહેરમાં લાગુ કરવામાં આવ્યો આ નિયમ?

    રાષ્ટ્રપતિની ચૂંટણીનું નોટિફિકેશન- 15 જૂને જાહેર કરવામાં આવશે.
    નોમિનેશનનો છેલ્લો દિવસ - 29 જૂન
    મતદાન - 18 જુલાઈના રોજ મતદાન
    મત ગણતરી - 21 જુલાઈ

    ભારતીય બંધારણના (Indian Constitution) અનુચ્છેદ 62 નો ઉલ્લેખ કરીને, આગામી રાષ્ટ્રપતિની પસંદગી માટેની ચૂંટણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદત પૂરી થાય તે પહેલા પૂર્ણ થવી જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, સંસદના બંને ગૃહોના સભ્યો સિવાય, તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાના સભ્યોએ મતદાન કર્યું હતું. રાજ્યસભા, લોકસભા અથવા વિધાનસભાના નામાંકિત સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર નથી. તેવી જ રીતે, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર નથી.

    ભારતના રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે?


    ભારતમાં રાષ્ટ્રપતિની પસંદગી ચૂંટણી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવે છે જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: corona update in India: આ 5 રાજ્યોમાં કોરોના સંક્રમણની ઝડપે કેન્દ્ર સરકારનું વધાર્યું ટેન્શન, 5 લેવલની રણનીતિ અપનાવવાના નિર્દેશ

    રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ઇલેક્ટોરલ કૉલેજમાં લોકસભા (543) અને રાજ્યસભા (233)ના 776 સાંસદો, તેમજ રાજ્યોની વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી અને પુડુચેરીના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કુલ મતોની ગણતરી તેમના મૂલ્યના આધારે કરવામાં આવે છે, જે દરેક રાજ્યમાં બદલાય છે, જેમાં ઉત્તર પ્રદેશના ધારાસભ્ય સૌથી વધુ મૂલ્ય ધરાવે છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આવે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Election commision of india, National news, President of India

    આગામી સમાચાર