પ્રેસિડન્ડ ઇલેક્ટ બાઇડનની જાહેરાત- WHOમાં ફરીથી સામેલ થશે અમેરિકા, ચીન પર રાખશે નજર

US will rejoin WHO: જો બાઇડને કહ્યું કે અમે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું કે ચીન પોતાની હદમાં રહે

US will rejoin WHO: જો બાઇડને કહ્યું કે અમે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું કે ચીન પોતાની હદમાં રહે

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકાની ચૂંટણી (US President Elections 2020)માં વિજયી થયેલા પ્રેસિડન્ટ ઇલેક્ટ જો બાઇડન (Joe Biden)એ જાહેરાત કરી દીધી છે કે તેમના 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં સામેલ થઈ જશે. બાઇડને કહ્યું કે અમે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરીશું કે ચીન (China) પોતાની હદમાં રહે પરંતુ કોરોના સંક્રમણ (Coronavirus)થી લડવા માટે અમે WHOને સાથ આપવા તૈયાર છીએ. ચીન સાથે સંકળાયેલા એક સવાલના જવાબમાં બાઇડને એવું પણ કહ્યું કે તેમને મનફાવે તેવું કામ નહીં કરવા દેવામાં આવે અને જરૂર ઊભી થશે તો કઠોર પગલાં ભરવામાં આવશે.

    નોંધનીય છે કે, ઇલેક્શન કેમ્પેન (US President Election Campaign) દરમિયાન બાઇડન (Joe Biden) ચીનને લઈ આકરી નિવેદનો કરી ચૂક્યા છે. બાઇડને કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસ (Coronavirus)ને લઈ ચીન (China) દ્વારા કરવામાં આવેલી અનિયમિતતાઓ માટે તેને સજા આપવા માંગે છે. આ સજામાં આર્થિક પ્રતિબંધ અને અનેક પ્રકારના ટેક્સ-ટેરિફ વૃદ્ધિ સામેલ થવાની વાત કહેવામાં આવી હતી.

    આ પણ વાંચો, Coronavirus: ભારતમાં ક્યારે અને કેટલા રૂપિયામાં મળશે કોરોના વેક્સીન, જાણો તમામ વિગતો

    ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ નારાજ થઈને WHOથી છેડો ફાડી નાખ્યો અને હતો ફંડિંગ પણ બંધ કરી દીધું હતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે WHO ખુલ્લેઆમ ચીનનના પક્ષમાં કામ કરી રહ્યું છે. બાઇડને કહ્યું કે તેઓ ચીનને સજા આપવા નથી માંગતા પરંતુ તેમણે સમજવું જોઈએ કે બીજા દેશોની જેમ નિયમ-કાયદાનું પાલન કરવું જ જોઈએ નહીં તો પરિણામ ખરાબ આવશે.

    આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે સ્કૂલો, BMCનો અગત્યનો નિર્ણય

    WHOથી પહેલા પેરિસ સમજૂતીમાં પણ સામેલ થવાની કરી જાહેરાત

    બાઇડન આ પહેલા પેરિસ પર્યાવરજ્ઞ સમજૂતીમાં પણ ફરીથી સામેલ થવાની જાહેરાત કરી ચૂક્યા છે. બાઇડને ડેલાવેયરમાં ગવર્નરોની સાથે એક મીટિંગ દરમિયાન કહ્યું કે હાલ મહામારી સામેની લડાઈમાં WHOનો સાથ આપવો જરૂરી છે. WHOમાં સુધારની જરૂર છે અને તે આપણે તેની અંદર રહીને જ કરીશું. આ પહેલા બાઇડને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં હાર ન સ્વીકારીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ખૂબ ખરાબ સંદેશ આપી રહ્યા છે. ટ્રમ્પે હાર સ્વીકારી નથી અને અનેક રાજ્યોમાં ચૂંટણી પરિણામો વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: