તલાકના કાયદા બાદ મુસ્લિમ મહિલાઓ ભયમુક્ત જીવન જીવશેઃ રાષ્ટ્રપતિ

તલાકના કાયદા બાદ મુસ્લિમ મહિલાઓ ભયમુક્ત જીવન જીવશેઃ રાષ્ટ્રપતિ
'તમામની ફરજ છે કે 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પહેલા આપણે દેશના સંપૂર્ણ સ્વચ્છ બનાવીને પૂજ્ય બાપુ પ્રત્યે આપણી સાચી શ્રદ્ધા પ્રગટ કરીએ.'

'તમામની ફરજ છે કે 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પહેલા આપણે દેશના સંપૂર્ણ સ્વચ્છ બનાવીને પૂજ્ય બાપુ પ્રત્યે આપણી સાચી શ્રદ્ધા પ્રગટ કરીએ.'

 • Share this:
  નવી દિલ્હીઃ બજેટ સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સત્રને સંબોધન કર્યું હતું. પોતાના ભાષણમાં કોવિંદે સ્વચ્છતા પર બોલતા કહ્યું હતું કે, 'તમામની ફરજ છે કે 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પહેલા આપણે દેશના સંપૂર્ણ સ્વચ્છ બનાવીને પૂજ્ય બાપુ પ્રત્યે આપણી સાચી શ્રદ્ધા પ્રગટ કરીએ.'

  રાષ્ટ્રપતિના  ભાષણના અંશોઃ  - ગરીબ મહિલાઓને 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના'એ સુવિધા સંપન્ન મહિલાઓની બરાબરી કરવાનો મોકો આપ્યો. યોજના અંતર્ગત 3 કરોડ 30 લાખથી વધારે ગેસ કનેક્શન આપવામાં આવ્યા.

  - અનેક દશકાઓથી રાજકીલ લાભાલાભને કારણે મુસ્લિમ મહિલાઓ સન્માનથી વંચીત રહી. તેમને આવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવાનો દેશને અવસર પ્રાપ્ત થયો છે.

  - ટ્રિપલ તલાકનું બિલ સંસદમાં રજૂ થયું. મને આશા છે તે બહુ ઝડપથી આ અંગે કાયદો બની શકશે. ટ્રિપલ તલાક કાયદા બાદ મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ આત્મસન્માન સાથે ભયમુક્ત જીવન જીવી શકશે.

  - પુત્રીઓ સાથે ભેદભાવ ખતમ કરવા માટે મારી સરકારે 'બેટી બચાવો બેટી પઢાવો' યોજાના શરૂ કરી છે. આ યોજનાને 640 જિલ્લાઓ સુધી લંબાવવામાં આવી.

  - સરકારે Maternity Benefit Actમાં પરિવર્તન કરીને મોટો નિર્ણય લીધો છે. મહિલાઓને 26 અઠવાડિયાની પગાર સહિતની રજા આપવાની જોગવાઈ કરવામાં આવી. હવે નોકરી કરતી મહિલાઓને તેના બાળકની દેખરેખ રાખવા માટે પૂરતો સમય મળશે.

  - 'જનધન યોજના' અંતર્ગત 31 કરોડ ગરીબોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના પહેલા મહિલાઓના બચત ખાતાની સંખ્યા 28 ટકા હતી જે વધીને 40 ટકાથી વધારે થઈ ગઈ છે.

  - 'પ્રધાનમંત્રી મુદ્રા યોજના' અંતર્ગત અત્યાર સુધી લગભગ 4 લાખ કરોડથી વધારે રૂપિયાનું ધીરાણ આપવામાં આવ્યું છે. લગભગ 3 કરોડ લોકોએ પ્રથમ વખત આ યોજનાનો લાભ લીધો છે.

  - સરકારની નીતિ અને ખેડૂતોની મહેનતને પગલે દેશમાં 275 મિલિયન ટનથી વધારે ખાદ્ય અન્ન તેમજ આશરે 300 મિલિયન ટન ફળો અને શાકભાજીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. સરકાર 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

  - સરકારે ગરીબોને એક રૂપિયા પ્રતિ મહિનો અને 90 પૈસા પ્રતિદિન પ્રીમિયમ પર વીમા યોજનાઓ પૂરી પાડી છે. અત્યાર સુધી 18 કરોડથી વધારે ગરીબો 'પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના' અને 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના' સાથે જોડાઈ ચુક્યા છે.

  - 'ભારત નેટ પ્રોજેક્ટ' અંતર્ગત દેશની અઢી લાખ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટિથી જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં એક લાખ ગ્રામ પંચાયતોને જોડવામાં આવી ચુકી છે.

  - સરકાર 'સૌભાગ્ય' યોજના અતંર્ગત 4 કરોડ ગરીબોને વીજળી કનેક્શન આપી રહી છે.

  - 2014માં ફક્ત 56% ગામ સડકથી જોડાયા હતા. હવે દેશના 82% ગામડાઓને સડકથી જોડી દેવામાં આવ્યા છે.

  - દરેકના ભરપેટ ખાવાનું મળે તે માટે National Food Security Act અંતર્ગત દરેક રાજ્યમાં રસ્તા દરે અનાજ મળી રહે તે માટેની યોજનાને પારદર્શનક અને લીકેજ રહિત બનાવવામાં આવી રહી છે.

  - પછાત વર્ગો માટે બનેલા ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવા માટે સરકારે બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું છે.

  - દેશમાં અઢી કરોડ દિવ્યાંગ લોકો છે. તેમના માટે સરકારી નોકરીમાં 4 ટકા અને ઉચ્ચ શિક્ષણમાં 5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

  - 'શીખો અને કમાવો', 'ઉત્સાદ', 'ગરીબ નવાઝ કૌશલ્ય વિકાસ યોજના', 'નવી રોશની' વગેરે કાર્યક્રમો દ્વારા મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ, બૌદ્ધ પારસી, તેમજ જૈન યુવાઓને રોજગારીના અવસર આપવામાં આવ્યા.

  - છેલ્લા એક વર્ષમાં 45 લાખથી વધારે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ફેલોશિપ, કૌશલ વિકાસ અને કોચિંગ સ્કિમનો લાભ આપવામાં આવ્યો.

  - આઝાદીના આટલો વર્ષો બાદ પ્રથમ વખત 45 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને કોઈ પણ પુરુષ સંબંધી વગર હજયાત્રા પર જવાની છૂટ આપવામાં આવી. આ વર્ષે 1300થી વધારે મહિલાઓ આવી રીતે હજ પર જશે.

  - ગત વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 93 લાખથી વધારે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું.

  - 'પ્રધાનમંત્રી જન ઔષધિ' કેન્દ્રો મારફતે ગરીબોને 800 પ્રકારની દવા સસ્તા દરે આપવામાં આવી રહી છે. દેશભરમાં આવા 3000થી વધારે કેન્દ્રો ખોલવામાં આવ્યા છે.

  - ડોક્ટરોની સંખ્યા વધારવા માટે એમબીબીએસની 13 હજાર તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની 7000થી વધારે બેઠક મંજૂર કરવામાં આવી છે.
  Published by:News18 Gujarati
  First published:January 29, 2018, 11:18 IST

  ટૉપ ન્યૂઝ