દેશદ્રોહના કાયદામાં ફેરફારની તૈયારી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી
કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજદ્રોહના કાયદામાં ફેરફાર કરવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોમવારે રાજદ્રોહના કાયદામાં ફેરફાર કરવાની વાત કરી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહના કાયદામાં ફેરફાર લાવી શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આ અંગેની જોગવાઈની સમીક્ષા કરવા માટે યોગ્ય પગલાં લેવા માટે વધારાનો સમય આપ્યો છે. દરમિયાન વિવાદાસ્પદ રાજદ્રોહ કાયદા પર અને તેના પરિણામ સ્વરૂપ નોંધાયેલી ફરિયાદ પર કામચલાઉ સ્ટે આપવાનો આદેશ યથાવત રહેશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોમવારે રાજદ્રોહના કાયદામાં ફેરફાર કરવાની વાત કરી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં ભારતીય દંડ સંહિતાની કલમ 124 (A) હેઠળ રાજદ્રોહના કાયદામાં ફેરફાર લાવી શકે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આ અંગેની જોગવાઈની સમીક્ષા કરવા માટે યોગ્ય પગલાં લેવા માટે વધારાનો સમય આપ્યો છે. દરમિયાન વિવાદાસ્પદ રાજદ્રોહ કાયદા પર અને તેના પરિણામ સ્વરૂપ નોંધાયેલી ફરિયાદ પર કામચલાઉ સ્ટે આપવાનો આદેશ યથાવત રહેશે.
મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટ્ટ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચને એટર્ની જનરલ આર વેંકટરામાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રને થોડો વધુ સમય આપવો જોઈએ કારણ કે કંઈક આ સંદર્ભમાં સંસદના શિયાળું સત્રમાં થઈ શકે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતે આ અંગેની સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં મુકરર કરી છે. બેન્ચે આ વિષય પર દાખલ કરાયેલી કેટલીક અન્ય અરજીઓની પણ નોંધ લીધી હતી અને કેન્દ્રને નોટિસ ઈસ્યુ કરીને આ અંગેનો જવાબ છ સપ્તાહમાં માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મે મહિનામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે વિવાદાસ્પદ રાજદ્રોહના કાયદાની જ્યાં સુધી સરકાર સમીક્ષા નહીં કરે અને જેલમાં બંધ લોકો જામીન માટે કોર્ટનો સંપર્ક કરી શકે ત્યાં સુધી તેને રોકી રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી સરકાર દ્વારા કાયદાની સમીક્ષા કરવાની કવાયત પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય દંડ સંહિતાની કલમ 124Aને સ્થગિત રાખવામાં આવે.
તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન.વી. રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હેમા કોહલીની બેન્ચે કેન્દ્ર સરકાર અને રાજ્યોને કલમ 124A હેઠળ કોઈ પણ કેસની નોંધણી ન કરવા જણાવ્યું હતું. ખંડપીઠે કહ્યું હતું કે જો ભવિષ્યમાં આવા કેસ નોંધાય છે, તો પક્ષકારો કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે અને કોર્ટે તેનો ઝડપથી નિકાલ કરવો પડશે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે જેઓ પહેલાથી જ આઈપીસીની કલમ 124A હેઠળ કેસ નોંધાયેલા છે અને જેલમાં છે, તેઓ જામીન માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરી શકે છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર