Home /News /national-international /

અમેરિકામાં PM મોદીના સ્વાગતની તૈયારીઓ શરૂ, શું છે 'Howdy, Modi' ?

અમેરિકામાં PM મોદીના સ્વાગતની તૈયારીઓ શરૂ, શું છે 'Howdy, Modi' ?

અમેરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ કાર્યક્રમને "Howdy, Modi!"(હાઉડી મોદી) નામ આપવામાં આવ્યું છે.

અમેરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ કાર્યક્રમને "Howdy, Modi!"(હાઉડી મોદી) નામ આપવામાં આવ્યું છે.

  બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ PM મોદી સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના પ્રવાસે જશે, જો કે આ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે કાર્યક્રમ અને મેદાનો ભાડે રખાયા છે જ્યા PM મોદી સંબોધન કરશે. અમેરિકામાં ભારતીયો સાથે મુલાકાતના કાર્યક્રમને Howdy, Modi નામ આપવામાં આવ્યું છે.

  અમેરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય સમુદાયને સંબોધન કરશે. આ કાર્યક્રમને "Howdy, Modi!"(હાઉડી મોદી) નામ આપવામાં આવ્યું છે. તેના માટે હ્યુસ્ટન સ્થિત ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સભા માટે એનઆરજી(NRG)સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે જ્યાં 50 થી 60 હજાર ભારતીયો મોદીને સાંભળવા આવશે તેવી ધારણા છે. અત્યાર સુધી અહીં 15000 સીટનું બુકીંગ પણ થઇ ગયું છે. હાઉડીનો સહજ ભાષામાં અર્થ કેમ છો , અથવા તો કેવું ચાલે છે, તેવો કરી શકાય. હ્યુસ્ટનને દુનિયામાં ઉર્જાની રાજધાની પણ કહેવાય છે અને મોદી માટે ઉર્જા પણ એક પ્રાથમિકતા રહી છે. એનઆરજી સ્ડેટીયમ યુએસની નેશનલ ફુટબોલ લીગમાં રમાતી રગ્બી ફુટબોલ માટેનું સ્ટેડિયમ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ મિયામીમાં ટીમ ઇન્ડિયાના થયા બે ભાગ, કોહલી એકલો પડ્યો !

  વિદેશોમાં ભારતીયો દ્રારા કાર્યરત અલગ અલગ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા ભાગીદાર છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમ સાથે કુલ 546 અલગ અલગ સંસ્થાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાગ લઇ રહી છે. તેમાંથી ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી-યુએસએ દ્વારા પણ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશનથી લઇ મેનેજમેન્ટની કામગીરી પૂરજોશમાં શરુ છે.સંસ્થા તરફથી જગન માલણી, રમેશ શાહ, ક્રિષ્ના રેડ્ડી, અદાપા પ્રસાદ, ડૉ. વાસુદેવ પટેલ, અમર ઉપાધ્યાય, ચંદન ભાંભરા, અચલેશ અમર, પી કે નાયક અને અન્ય સભ્યો આ સભા માટે પૂરજોશથી તૈયારીમાં જોડાઇ ગયા છે.

  આ સંસ્થાના કોઓર્ડીનેટર ડૉ. વિજય ચૌથઇવાલેએ જણાવ્યું, ''અલગ અલગ 700 સંસ્થાઓ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કુલ 15000 જેટલા લોકોએ ઇવેન્ટ માટે નોંધણી કરાવી દીધી છે. અમને આશા છે કે 60 હજાર જેટલા લોકોની આ કાર્યક્રમમાં હાજરી હોઇ શકે છે. ''

  હાઉડી મોદી માટે જેમની કન્વીનર તરીકે નિમણૂક થઇ છે તે હ્યુસ્ટન સ્થિત બિઝનેસમેન જુગલ મલાણીએ કહ્યું, '' એનઆરજી સ્ટેડિયમમાં આ કાર્યક્રમના આયોજનથી અમે ઉત્સાહિત છીએ. અમેરિકામાં આ ભારતીયોની સૌથી મોટી ઇવેન્ટ હશે જેમાં દેશભરમાંથી અલગ અલગ વર્ગના લોકો આવશે.'' આ ઇવેન્ટમાં પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ત્યારબાદ મોદી સંબોધન કરશે.

  આ કાર્યક્રમની ટેગલાઇન- 'શેર્ડ ડ્રીમ્સ, બ્રાઇટ ફ્યુચર' છે. તેનો ઉદ્દેશ્ય ભારત અને અમેરિકા વધુ નિકટ આવે તેવો છે. અહીં પ્રવેશ નિ:શુલ્ક રહેશે પણ તેના માટે પાસ ફરજિયાત લેવો પડશે.www.howdymodi.org વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવીને પાસ મેળવી શકાય છે. વડાપ્રધાન તરીકે મોદીની હ્યુસ્ટનની આ પહેલી મુલાકાત છે. વર્ષો પહેલા જ્યારે મોદી બીજેપીના જનરલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા ત્યારે સ્ટેફર્ડમાં બીએપીએસ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થયા હતા.

  અહીં ક્લિક કરી વાંચોઃ VIDEO: વોટરપાર્કમાં આવી 'સુનામી', 44 લોકો ઈજાગ્રસ્ત

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 સપ્ટેમ્બરના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે. યૂએનએ મહાસભાના 74માં સેશન માટે વૈશ્વિક નેતાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. અમેરિકા પ્રવાસ દરમિયાન મોદી જનરલ એસેમ્બ્લી દરમિયાન અમુક આંતરરાષ્ટ્રીય નેતાઓ સાતે દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાતચીતમાં સામેલ થશે. 2014માં પણ મોદીએ યૂએનજીએના સત્રને સંબોધન કર્યું હતું. આ વર્ષે 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ડિબેટ ચાલશે. મોદી 28 તારીખે તેમની વાત ફોરમ પર કહેશે.

  2014 બાદ આ ત્રીજી વખત છે જ્યારે મોદી પ્રધાનમંત્રી તરીકે અમેરિકામાં ભારતીય સમુદાય સમક્ષ ભાષણ આપશે. આ પહેલા 2014માં ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં અને 2016માં સિલિકોન વેલીમાં મોદીના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. આ બન્ને ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ભારતીયો જોડાયા હતા. અનુમાન પ્રમાણે 20 હજારથી વધુ લોકો મોદીને સાંભળવા પહોંચ્યા હતા. હવે હ્યુસ્ટનમાં ત્રીજી વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

  23 સપ્ટેમ્બરના મોદી યૂએન મહાસચિવ એન્ટોનિઓ ગુટેરેસની અધ્યક્ષતામાં આબોહવા પરિવર્તન પર થનારી વિશેષ બેઠમાં ભાષણ આપશે. ત્યારબાદ 24-25 સપ્ટેમ્બરના તેઓ યએનના સ્થાઇ વિકાસ લક્ષ્ય પર થનારી સમિટમાં પણ ભાગ લેશે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 સપ્ટેમ્બરના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપશે. સ્પીકર્સ લિસ્ટ પ્રમાણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરના મહાસભાને સંબોધન કરશે. આ વર્ષે 48 દેશોના પ્રમુખ અને 30 દેશના વિદેશ મંત્રી ભાષણ આપવા ન્યૂયોર્ક પહોંચશે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Community summit, Howdy, Modi's visit to the United States, Preparation, પીએમ મોદી, મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन