ભવ્ય હશે રામનગરીમાં દીપોત્સવ, આ વખતે પણ બનશે વર્લ્ડ રેકોર્ડ
લાખો દીવાઓથી ઝગમગી ઉઠશે રામનગરી
Ayodhya Deepotsav: રામનગરી અયોધ્યામાં છઠ્ઠા દીપોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે દીપોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી શોભાયાત્રાની તૈયારી પણ પૂરજોશે ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સાકેત કોલેજથી 16 શોભાયાત્રા નીકળીને દીપોત્સવની જગ્યાથી માંડી નગરનું ભ્રમણ કરશે. તેમજ તેની સાથે આ વખતે રામ જન્મભૂમિ મોડલ અને કાશી કોરિડોરની સાથે 2047માં અયોધ્યાના વિકાસ પર આધારિત ઝાંખીની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
અયોધ્યા. રામનગરી અયોધ્યામાં છઠ્ઠા દીપોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે દીપોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી શોભાયાત્રાની તૈયારી પણ પૂરજોશે ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સાકેત કોલેજથી 16 શોભાયાત્રા નીકળીને દીપોત્સવની જગ્યાથી માંડી નગરનું ભ્રમણ કરશે. તેમજ તેની સાથે આ વખતે રામ જન્મભૂમિ મોડલ અને કાશી કોરિડોરની સાથે 2047માં અયોધ્યાના વિકાસ પર આધારિત ઝાંખીની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તે સિવાય સામાજીક સંદેશ માટે રામાયણ કાળના દૃશ્યોની ઝાંખી રજૂ કરવામાં આવશે. ઝાંખી સવારે 9 વાગે સાકેત વિશ્વવિદ્યાલયથી નીકળશે જે નગર ભ્રમણ કરીને 1:00 વાગે દીપોત્સવ સ્થળ પહોંચશે.
દીપોત્સવમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રામાયણ કાળના શિક્ષણ પર આધારિત સામાજીક સંદેશ માટે નગર ભ્રમણ કરતી ઝાંખીઓ હોય છે, જેમાં વિવિધ કલાકાર એક એક પ્રસંગની સાથે 11 રથ પર સવાર થાય છે. આ દરમિયાન તમામ કલાકાર પોતાની કલાકારીનું પ્રદર્શન કરતા રામાયણ કાળના દૃશ્યોને જીંવત કરતા રહે છે. તે સિવાય સમગ્ર દેશની વિવિધ જગ્યાઓના ડાન્સર રથની આસપાસ નૃત્ય કરતા કરતાં ચાલે છે.
તમને જણાવી દઈએ કે, દીપોત્સવમાં શોભાયાત્રા એ તમામ સામાન્ય જાહેર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે કેમ કે કુશળ કલાકારો પોતપોતાની શૈલીમાં પ્રદર્શન કરતી વખતે શોભાયાત્રામાં ભાગ લે છે. આ વખતે શોભાયાત્રામાં 16 રથ સામેલ થશે, જેમાં માહિતી વિભાગ દ્વારા 11 અને પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગ દ્વારા પાંચ રથ તૈયાર કરવામાં આવી રહ્યા છે.વાસ્તવમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળનો આ પહેલો દીપોત્સવ છે, જેને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારી કરવામાં આવી રહી છે. લગભગ 16 લાખ દીવા પ્રગટાવીને ફરી એકવાર રામના નામે વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે.
11 ટ્રકો પર ઝાંખીઓ નીકળશે
માહિતી નિયામક ડૉ. મુરલીધરે જણાવ્યું હતું કે, માહિતી વિભાગની મુખ્ય ભૂમિકા દિવાળીના તહેવાર દરમિયાન ઝાંખીની હોય છે. આ વખતે મુખ્યમંત્રીના કાર્યકાળમાં છઠ્ઠો દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રયાસ છે કે, વધુમાં વધુ લોકો સહભાગી થાય. આ વખતે 11 ખુલ્લી ટ્રકો પર ઝાંખીઓ નીકાળવામાં આવશે જે રામાયણ કાળના દૃશ્યો પર આધારિત હશે જેમાં ભગવાન રામના જન્મથી માંડી રામ રાજ્યભિષેક સુધીના પ્રસંગ રહેશે. તે સિવાય રામ મંદિરનું મોડલ બનાવવામાં આવી રહ્યું છે અને 2047ના અયોધ્યાના વિઝન પર આધારિત ઝાંખી જેમાં અયોધ્યાના વિકાસનું મોડલ રજૂ કરવામાં આવ્યું છે તે પણ આકર્ષણનું કેન્દ્ર હશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર