નવી દિલ્હી : ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર છે. હવે તે કોરોના વાયરસથી બચાવ માટે કોરોના વેક્સીન લગાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે NTAGI એટલે કે નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યૂનાઇઝેશનની ભલામણોને મંજૂરી કરી લીધી છે. જેનો મતલબ એ છે કે ગર્ભવતી મહિલાઓ હવે CoWIN પર રજીસ્ટર કરાવી શકે છે કે વેક્સીન લગાવવા માટે COVID ટિકાકરણ કેન્દ્ર જઇ શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના મતે ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાના કોઇપણ સ્ટેજ પર વેક્સીન લઇ શકે છે. એક સ્ટડીમાં એ સામે આવ્યું હતું કે કોરોના ઇન્ફેક્શનથી ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઇ રહી હતી અને તેમાં ઘણી ગંભીર બીમારીઓનો ખતરો વધવાની સાથે ભ્રૂણ ઉપર પણ અસર પડવાની આશંકા હતી.
સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે બીજી મહિલાઓની સરખામણીમાં ગર્ભવતી મહિલાઓમાં કોરોના વાયરસથી ગંભીર સંક્રમણનો ખતરો છે. અધ્યયનમાં કોવિડ સંક્રમિત ગર્ભવતી મહિલાઓમાં પ્રી મિચ્યોર બર્થનો ખતરોનો અંદેશો પણ વ્યક્ત કર્યો હતો. આ કારણે તેમને વેક્સીનેશન કરાતું ન હતું.
ઉલ્લેખનીય છે કે જૂનના અંતિમ સપ્તાહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓને કોવિડ-19 વેક્સીનના મહત્વ અને તેના સાથે જોડાયેલી સાવધાનીઓ વિશે પરામર્શ આપવા માટે અગ્રીમ મોરચાના કર્મીઓ અને માર્ગદર્શન કરવાના ઉદ્દેશ્યથી એક તથ્ય પત્ર તૈયાર કર્યું હતું. જેથી મહિલાઓ પૂરી રીતે જાણકારી મેળવી ટિકાકરણ કરાવી શકે. દસ્તાવેજમાં બતાવવામાં આવ્યું હતું કે 90 ટકા વધારે સંક્રમિત મહિલાઓ ઘરે જ સ્વસ્થ્ય થઇ જાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર