Video: પૂરમાં ફસાઈ ગર્ભવતી મહિલા, દોરડાના સહારે બચ્યો જીવ

પૂરના તીવ્ર પ્રવાહની વચ્ચે ગર્ભવતી મહિલાનું કરાયું દિલધડક રેસ્ક્યૂ

પૂરના તીવ્ર પ્રવાહની વચ્ચે ગર્ભવતી મહિલાનું કરાયું દિલધડક રેસ્ક્યૂ

  • Share this:
    કેરળમાં પૂરથી હાલત ખૂબ જ ખરાબ છે. રાજ્યમાં સવા લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા છે, હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે. બીજી તરફ, અત્યાર સુધી 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ભારતીય સેના અને એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ ટીમો પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે શક્ય તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં કેરળના પૂરમાં રાહત અને બચાવનો એક વીડિયો સામે આવ્યો છે જે રુંવાડા ઊભી કરી દેનારો છે.

    આ વીડિયોમાં એક મહિલાને દોરડાના સહારે પૂરમાંથી રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કેરળના પલક્કડ જિલ્લાના અગાલીનો છે. વીડિયોમાં જે મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે તે ગર્ભવતી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે મહિલાને દોરડાના સહારે ખેંચીને એક પારથી બીજી તરફ લઈ જવામાં આવી રહી છે. મહિલાની નીચે તીવ્ર પાણીનો પ્રવાહથી પાણી ભરાઈ ગયું છે. મહિલાને બચાવવાનો આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈએ શેર કર્યો છે.

    આ પણ વાંચો, મોરબી: પોલીસનો બાહુબલી અવતાર, પાણીમાં ફસાયેલા બાળકોને ખભે રાખી રેસ્ક્યૂ કર્યુ

    વરસાદ બન્યો આફત

    નોંધનીય છે કે, ફરી એકવાર વરસાદ આફત બનીને આવી છે. વરસાદ અને પૂરની સૌથી વધુ અસર વાયનાડ અને કોઝિકોડ પર પડી છે. કેરળના 8 જિલ્લામાં ગત બે દિવસોમાં ભૂસ્ખલનની લગભગ 80 ઘટનાઓ સામે આવી છે.

    મલ્લમપુરમના કાવલપ્પરા અને વાયનાડમાં ભૂસ્ખલન બાદ અનેક લોકો હજુ પણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. બીજી તરફ, અર્નાકુલમ, ઇડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાવલપ્પરામાં બચાવ અભિયાન દરમિયાન શનિવારે ત્યાં ફરીથી ભૂસ્ખલન થયું જેના કારણે શોધખોળ અભિયાનને રોકવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો, સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાત્રીએ ફરી 8 દરવાજા ખોલાયા
    Published by:Mrunal Bhojak
    First published: