કાશ્મીરના અનેક ભાગોમાં હાલમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. બરફનાકારણે ત્યાંના કેટલાક વિસ્તારોનો દેશ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આવનારા સમયમાં વધુ બરફવર્ષા થવાની પણ શક્યતા છે. એવામાં ત્યાંનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ચૂક્યું છે. સતત બરફના તોફાનો અને બરફ પડવાથી ત્યાંના રસ્તા જામ થઈ ગયા છે. રિપોર્ટ્સનું માનીએ તો 5 પોલીસકર્મીઓ સહિત લગભગ 12થી 15 લોકો બરફવર્ષામાં માર્યા ગયા છે. એવામાં સેનાના જોશને દર્શાવતો એક અહેવાલ સામે આવ્યો છે.
ભારે બરફવર્ષાની વચ્ચે એક ગર્ભવતી મહિલાએ જોડકા બાળકોને જન્મ આપ્યો છે. તે યોગ્ય સમય પર સેનાની મદદ મળવાના કારણે જ શક્ય બન્યું છે. જવાનોએ સમયસર મહિલાને ઉત્તર કાશ્મીરના બાંદોપોરા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી.
અધિકારીઓએ જણાવ્યું કે ગત 8 ફેબ્રુઆરીએ બાંદીપોરામાં આર્મીની પનાર શિબિરના કંપની કમાન્ડરને એક ગ્રામીણે ફોન કર્યો. તેણે સેનાને પોતાની ગર્ભવતી પત્ની ગુલશાના બેગમને હોસ્પિટલ લઈ જવાન માટે મદદ માંગી.
રિપોર્ટ્સ અનુસાર, આર્મીના અધિકારીએ જણાવ્યું કે, હવામાન ઘણું ખરાબ હતું અને સતત બરફવર્ષા થઈ રહી હતી. સાથોસાથ તાપમાન પણ માઇનસ 7 ડિગ્રી સુધી પહોંચી ગઈ હતી. રસ્તા પર બરફની મોટી ચાદર છવાયેલી હોવાના કારણે આવન-જાવન સમગ્રપણે બંધ હતી. એવામાં તે ગર્ભવતી મહિલાને મદદની ખૂબ જ જરૂર હતી.
બાંદીપોરા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ભારે બરફવર્ષાની વચ્ચે ગર્ભવતી મહિલાના ઘર સુધી પહોંચ્યા. અહીંથી તેઓ એ મહિલાને સ્ટ્રેચર પર લગભગ અઢી કિલોમીટર સુધી બફરથી ઢંકાયેલા રસ્તા પર પગપાળા લઈને ચાલ્યા. અહીંથી પીડિતાને આર્મી એમ્બુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવી.
જિલ્લા હોસ્પિટલમાં તપાસ બાદ જણાવ્યું કે મહિલાને ગર્ભમાં જોડકા બાળકો છે અને તેને સિઝેરિયનની જરૂર હતી. તેના માટે તેને ત્યાંથી શ્રીનગર હોસ્પિટલ લઈ જવા રેફર કરવામાં આવી. અહીં મહિલાએ 8 ફેબ્રુઆરીની રાતે જ જોડકા બાળકોને જન્મ આપ્યો.
ભારતીય આર્મીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તે મહિલાની તસવીર પણ શેર કરવામાં આવી છે.
#AwamAurJawan#IndianArmy Troops of Bandipora RR evacuated Ghulshana Begum a full term pregnant lady who was stuck in snow bound Panar Village. Troops carried the woman for two & a half kms in deep snow & low temperature to the hospital where she later delivered twin Baby Girls. pic.twitter.com/Y183KnzdSD