Viral : ગર્ભવતી હોવા છતાં DSP રસ્તા પર ઉતરી આવ્યા, કોવિડના નિયમો પાળવા કરી અપીલ

ડીએસપી શિલ્પા શાહુની તસવીર

પાંચ મહિનાના ગર્ભવતી ડીએસપી શિલ્પા શાહુની તસવીર અને ફરજ નિષ્ઠાની આજે ઇન્ટરનેટ પર ખૂબ ચર્તા

  • Share this:
    દેશમાં જ્યારે કોરોનાની બીજી લહેરે કહેરે મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત એવા લોકો છે જેમણે માસ્ક પહેરવામાં આળસ મરડી હતી અથવા તો કોવિડની ગાઇડલાઇનનું પાલન નહોતું કર્યુ. લોકો હજુ પણ જ્યારે આ અંગે નિષ્કાળજી રાખી રહ્યા છે ત્યારે પોલીસ કડક થઈ છે. પોલીસના માથે મોટી જવાબદારી છે પરંતુ આજે આ જવાબદારી નિભાવતા પોલીસ અધિકારીની એક એવી તસવીર સામે આવી છે જે દેશભરમાં વાયરલ થઈ રહી છે.

    સોશિયલ મીડિયામાં આજે ડીએસપી શિલ્પા શાહુની તસવીરની લોકો પ્રસંશા કરી રહ્યા છે. તેઓ પાંચ માસના ગર્ભવતી હોવા છતાં આજે લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે હાથમાં દંડો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાવા માટે તેમણે પોતાની ફરજને સૌથી ઉપર રાખી હતી.

    આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

    ડીએસપી શિલ્પા શાહુ છત્તીસગઢમાં ફરજ બજાવે છે. તેમણે કહ્યું, ' રાજ્યમાં ખૂબ જ ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. આ સ્થિતિમાં રાજ્યના દંતેવાડા જિલ્લામાં લૉકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. હું લોકોને સરકારે આપેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું.'



    ડીએસપી શાહુએ ઉમેર્યુ કે 'અમે રસ્તા પર એટલા માટે છીએ કારણ કે લોકો સુરક્ષિત રહે, ઘરોમાં રહે, સુરક્ષિત રહે. અમે લોક સુરક્ષા માટે શેરીઓમાં ઉતરી પડ્યા છીએ.' શિલ્પા શાહુ છત્તીસગઢના એવા જિલ્લામાં ફરજ બજાવે છે જે માઓવાદનો શિકાર છે. આ વાયરલ તસવીરમાં પરિવાર સાથે જતા વ્યક્તિને પ્રોપર માસ્ક પહેરી અને પત્નીને પણ માસ્ક પહેરાવાની અપીલ કરતા શિલ્પા શાહુ નજરે પડ્યા હતા.

    આ પણ વાંચો : બનાસકાંઠા : ઘર કંકાસમાં પરિણીતાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, પુત્રએ માતાની હૂંફ ગુમાવી

    આજે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. છત્તીસગઢ રાજ્ય પણ કોરોના વાયરસથી ખાસ્સુ પ્રભાવિત થયું છે ત્યારે આ મહિલા પોલીસકર્મીની ફરજનિષ્ઠાને ટ્વીટર પર કેટલાક જાણીતા લોકોએ શેર કરી અને બિરદાવી હતી.
    Published by:Jay Mishra
    First published: