ગુજરાત (Gujarat) ના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદતા દેશભરમાં આ અંગે ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેમાં પણ ખાસ કરીને વિપક્ષી દળે આ મામલે રૂપાણી પર નિશાનો સાઘ્યો છે. એવામાં દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલે (CM Arvind Kejriwal) તેમની પર કટાક્ષ કર્યો છે. અરવિંદ કેજરીવાલે રૂપાણી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદવા કરતા શ્રેષ્ઠ તે રહેતું કે તમે મહિલાઓને સરકારી બસોમાં મફત યાત્રા કરાવતા.
કેજરીવાલે કહ્યું કે જ્યારથી અમે ફ્રી બસ યાત્રા યોજનાની શરૂઆત કરી છે વિપક્ષી પાર્ટીઓને તેનાથી વાંધો પડી રહ્યો છે. લોકો પુછવા લાગ્યા છે કે આ માટે પૈસા ક્યાંથી આવ્યા. એક મુખ્યમંત્રી પોતાના માટે 191 કરોડનું વિમાન ખરીદે છે. હું વિમાન નથી ખરીદતો હું તો મારી બહેનો માટે મફત બસ યાત્રા શરૂ કરવાને વધુ યોગ્ય માનું છું.
રિઠાલા વિધાનસભા ક્ષેત્રમાં રોડ નિર્માણના ઉદ્ધાટન કાર્યક્રમમાં પહોંચેલા કેજરીવાલે વધુમાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અમારી યોજનાથી ખુશ નથી. અમે લોકો સુધી 200 યુનિટ સુધી વિજળી મફત આપી છે. વિપક્ષી નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તે પર દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે સાંસદોને 4000 યુનિટ મફત વિજળી મળે તો ચાલે પણ એક ડ્રાઇવરને મફતમાં વિજળી મળે તો તેમને વાંધો છે.
વધુમાં કેજરીવાલે કહ્યું કે તેમની સરકાર રસ્તા નિર્માણનો ભાર ઓછો કરી રહી છે. હવે રસ્તા બનાવવા માટે જૂના રોડની સામગ્રીનો ઉપયોગ કરાય છે. તે માટે જૂના રોડને ખોદવામાં આવે છે. અને તે દરમિયાન નીકળેલી સામગ્રીનો ઉપયોગ થાય છે. જેનાથી રોડ નિર્માણના ખર્ચમાં 30 ટકા જેટલો ખર્ચો બચે છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર