Home /News /national-international /ઝાડ લગાવી રહેલા ખેડૂતના ખેતરમાંથી કિંમતી ખજાનો નીકળ્યો, ત્રણ મહિના સુધી ખેડૂત અને તેના પુત્રએ કર્યું ખોદકામ
ઝાડ લગાવી રહેલા ખેડૂતના ખેતરમાંથી કિંમતી ખજાનો નીકળ્યો, ત્રણ મહિના સુધી ખેડૂત અને તેના પુત્રએ કર્યું ખોદકામ
આ મોજેક 5મીથી 7મી શતાબ્દી વચ્ચેનો છે
એક ખેડૂત ઝાડ લગાવવા માટે જમીન ખોદી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની કુહાડી કોઈ શખ્ત વસ્તુ સાથે ટક્કરાવવા લાગી હતી. તેણે પોતાના પુત્રને બોલાવ્યો અને ત્રણ મહિના સુધી તે જગ્યા પર ખોદકામ કર્યું. આ ખોદકામ પછીથી તેમને એક સરસ ખજાનો મળ્યો. એક્સપર્ટનો દાવો છે કે આ ખજાનો અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો પુરાતાત્વિક ખજાનો છે.
નવી દિલ્હી: એક ખેડૂત ઝાડ લગાવવા માટે જમીન ખોદી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની કુહાડી કોઈ શખ્ત વસ્તુ સાથે ટક્કરાવવા લાગી હતી. તેણે પોતાના પુત્રને બોલાવ્યો અને ત્રણ મહિના સુધી તે જગ્યા પર ખોદકામ કર્યું. આ ખોદકામ પછીથી તેમને એક સરસ ખજાનો મળ્યો. એક્સપર્ટનો દાવો છે કે આ ખજાનો અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો પુરાતાત્વિક ખજાનો છે. આ મામલો ગાજાનો છે. જ્યાં પેલેસ્ટાઈન ખેડૂતને બીજાન્ટિન-યુગનો એક અલંકૃત મોજેક મળ્યો છે. આ શોધના કારણે પુરાતત્વ વિભાગના લોકો ખૂબ જ એક્સાઈટેડ છે.
મોજેકની કન્ડીશ હાલ ખૂબ સારી છે
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાંથી મોજેક મળ્યો છે, તે હમેશાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે સંધર્ષના ખતરા સમાન છે. આ કારણે આ પુરાતાત્વિક ખજાનાની સુરક્ષાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાજાના જે વિસ્તારમાં આ મોજેક મળ્યો છે, તે ઈઝરાયલની બોર્ડરથી માત્ર 1 કિલોમીટર દૂર છે. મોજેક ફ્લોર પર બીસ્ટ્સ અને પંખીઓના 17 આઈકોનોગ્રાફીજ છે. ખાસ વાત એ છે કે આ મોજેક હાલ પણ સારી કન્ડીશનમાં છે.
ખેડૂતને સરકાર પાસેથી વળતરની આશા
એબીસી ન્યુઝ સાથેની વાતચીતમાં પુરાતત્વ વિજ્ઞાની રેને અલ્ટરે જણાવ્યું કે આ મોજક 5મીથી 7મી શતાબ્દી વચ્ચેનો છે. તેમણે કહ્યું કે આ સ્ટ્રકચરને ક્યારે બનાવવામાં આવ્યું હતું? તેની ચોક્કસ માહિતી માટે તે જગ્યાનું યોગ્ય ખોદકામ થવું જરૂરી છે. પ્રાચીન સમયમાં ગાજા પટ્ટી, ઈજિપ્ત અને લેવંટની વચ્ચે ટ્રેડનો એક ખૂબ મહત્વપૂર્ણ રૂટ હતો. આ વિસ્તાર બ્રોન્ઝ એજથી લઈને ઈસ્લામિક અને ઓટોમન કાળ જેવી જૂની સભ્યતાઓના અવશેષોથી ભરી પડી છે. જોકે તે સમયની સાથે નષ્ટ થઈ રહી છે. જે ખેડૂતની જમીન પર આ મોજેક ફ્લોર મળ્યો છે, તેમણે ખજાનાને ટીનની શીટ્સથી ઢાંકી રાખ્યો છે. ખેડૂતે કહ્યું કે તેમને આશા છે કે આ ખજાનાની રક્ષા કરવા માટે સરકાર તરફથી કોઈ વળતર આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર