ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવારે ઉદયપુરમાં ગરીબોને ભોજન કરાવ્યું

અંબાણી અને પીરામલ પરિવાર

અન્ન સેવા ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં 5,100 ગરીબોને ખાવાનું આપવામાં આવશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાની લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે આખો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં પહોંચી ગયો છે. ઈશાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી ગરીબોની 'અન્ન સેવા' કરવામાં આવી રહી છે. જેમાં સાતમી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર સુધી દિવસમાં ત્રણ વખત ગરીબોને ભોજન કરાવવામાં આવશે. આઠમી અને નવમી ડિસેમ્બરના રોજ ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન છે.

  અન્ન સેવા ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાનમાં આયોજિત કરવામાં આવી છે. જેમાં 5,100 ગરીબોને ભોજપ કરાવવામાં આવશે. અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અન ઈશા અંબાણી સાથે આનંદ અને તેમના માતા-પિતા તેમજ સ્વાતી પીરામલ પણ ગરીબોને ભોજન કરાવતા નજરે પડ્યાં હતાં. ઈશા અને આનંદ પીરામલ 12મી ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

  ઈશાના પ્રીવેડિંગની સાથે સાથે અહીં 'સ્વદેશ બજાર' પણ લાગશે. જેમાં ભારતના અલગ અલગ પ્રદેશમાંથી 108 પારંપારિક ક્રાફ્ટ અને કલાનું પ્રદર્શન કરવામાં આવશે. સ્વદેશ બજારમાં દેશના અને વિદેશના અનેક મહેમાન ભાગ લેશે.  સ્વદેશ બજાર પારંપારિક ભારતીય કારિગરોના શિલ્પ કૌશલ્યને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. ખાસ કરીને એવી સ્વદેશી કળા જેના સંરક્ષણ અને પુર્નોદ્ધાર કરવાની જરૂર છે તેમને રિલાયન્સ ફાઉન્ડેશન થોડા વર્ષોથી મદદ કરી રહ્યું છે. આનો ઉદેશ્ય સ્વદેશી બજારનો વ્યાપ વધારવાનો છે.

  અહીં કાંજીવરમ, પટોડા, બાંધણીથી લઈને 30થી વધારે ગૂંથણી અને કાપડની કલાકારી જોવા મળશે. આ ઉપરાંત લોકકથા અને સ્થાનિક કહેવતોનું ચિત્રણ કરતા ચિત્રો, મધુબની, ફાડ, વાર્લી અને થંગડા જેવી કલા જોવા મળશે. દેશભરના વણકરો, કુંભારો અને શિલ્પકારો પોતાની કળાનું પ્રદર્શન કરશે.  આ પ્રદર્શનથી હજારો કારીગરોનો રોજગારી તો મળશે જ પરંતુ લોકોને પોતાની કળા રજુ કરવાનો એક સારો મોકો પણ મળશે.

  Disclaimer: ગુજરાતી ન્યૂઝ18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની છે.
  Published by:Vinod Zankhaliya
  First published: