Home /News /national-international /

Allahabad: પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાથી ચકચાર, ઘટના બાદ ઘરમાં આગ લગાવી

Allahabad: પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યાથી ચકચાર, ઘટના બાદ ઘરમાં આગ લગાવી

ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

Prayagraj News: સંગમ નગરી પ્રયાગરાજ (Prayagraj)ના થરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં શુક્રવારે રાત્રે એક જ પરિવારના 5 લોકોની હત્યા (Murder)થી સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઈંટ અને પથ્થરથી હત્યા કર્યા બાદ મૃતકના ઘરમાં આગ લગાવી દીધી હતી

વધુ જુઓ ...
    સંગમ નગરી પ્રયાગરાજ (Prayagraj)ના થરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં શુક્રવારે રાત્રે એક જ પરિવારના 5 લોકોની હત્યા (Murder)થી સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ ઈંટ અને પથ્થરથી હત્યા કર્યા બાદ મૃતકના ઘરમાં આગ લગાવી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 5 વર્ષની બાળકી સાક્ષી પુત્રી સુનીલ ઘાયલ થઈ છે. તેને પ્રયાગરાજની સ્વરૂપરાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

    ખરેખરમાં થરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઘેવરાજપુરમાં શનિવારે સવારે એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એસપી ગંગા પાર ઓફિસર સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ઘટનાની માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય ખત્રી અને એસએસપી પ્રયાગરાજ અજય કુમારને પણ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રયાગરાજ સંજય ખત્રી અને એસએસપી પ્રયાગરાજ અજય કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બીજી તરફ સ્નિફર ડોગ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ ઘટનાની તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગ્રામજનો પાસેથી મળેલી માહિતી મુજબ તમામ મૃતકો ઘરના વરંડામાં સૂતા હતા. સાથે જ ઘરની અંદરથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો છે. જેને પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બુઝાવી દેવામાં આવી હતી. જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

    આ પણ વાંચો- Surat: બે કોમ વચ્ચે વૈમનસ્ય થાય તેવો ઉશ્કેરણીજનક વીડિયો બનાવનાર યૂ-ટ્યૂબરની ધરપકડ

    મૃતકોના નામ

    1. રાજ કુમાર (55) પુત્ર સ્વ.રામ અવતાર
    2. કુસુમ દેવી 53 વર્ષ (પત્ની રાજકુમાર)
    3. મનીષા કુમારી 25 વર્ષની વિકલાંગ પુત્રી રાજકુમાર
    4. સવિતા 23 વર્ષ સુનીલ કુમાર
    5. મીનાક્ષી 2 વર્ષનો પુત્ર સુનીલ કુમાર

    આ પણ વાંચો- DC vs RR: નો-બોલના વિવાદમાં અમ્પાયરની તરફેણમાં આવ્યો સંજુ સેમસન, ઋષભ પંત ગુસ્સાથી રાતોપીળો થયો

    જણાવી દઈએ કે યુપીના પ્રયાગરાજ જિલ્લામાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. મોટાભાગની ઘટનાઓ ગંગાપર વિસ્તારમાં બની રહી છે. આ પહેલા થોડા દિવસો પહેલા નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના બની હતી. એક જ પરિવારના પાંચ સભ્યોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. જેમાં પતિ-પત્ની અને તેમની ત્રણ પુત્રીઓ હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Allahabad, Cm yogi aadityanath, Prayagraj, Up crime, Up police

    આગામી સમાચાર