Home /News /national-international /Prayagraj: મહા મહિનાના મેળાનું પ્રથમ સ્નાન પર્વ, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંગમમાં આસ્થાનું પૂર

Prayagraj: મહા મહિનાના મેળાનું પ્રથમ સ્નાન પર્વ, કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંગમમાં આસ્થાનું પૂર

પ્રયાગરાજ માઘ મેળો આજથી શરૂ થઈ રહ્યો છે

એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમા પૂર્વજોની પૂર્ણિમા છે અને તે કલ્યાણ પર્વ છે. આ અવસરે શ્રદ્ધા સાથે લોકો કલ્યાણની તમામ ઇચ્છાઓ સાથે તીર્થરાજ પ્રયાગ આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
    Prayagraj: મહા મહિનાના મેળામાં સૌપ્રથમ સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના અવસરે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીની ત્રિવેણી પર થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ પર આસ્થામાં તરબોળ લોકોની ભારે ભીડ જોવા મળે છે. કડકડતી ઠંડી વચ્ચે પણ ભક્તો બ્રહ્મ મુહૂર્તથી જ સંગમની ત્રિવેણીમાં સ્નાન કરી દાન-પુણ્ય કરી રહ્યા છે. પોષ પૂર્ણિમાના શુભ પર્વ ત્રિવેણી પર સંગમની આ પવિત્ર જગ્યામાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.

    એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમા પૂર્વજોની પૂર્ણિમા છે અને તે કલ્યાણ પર્વ છે. આ અવસરે શ્રદ્ધા સાથે લોકો કલ્યાણની તમામ ઇચ્છાઓ સાથે તીર્થરાજ પ્રયાગ આવે છે. આ દિવસથી જ સંગમની રેતી પર ચાલતા મહા મહિનાના મેળામાં કલ્પવાસી પિતૃના મોક્ષ, ઉદ્ધાર અને તેમની મનોકામનાઓની પૂર્ણતા માટે સંકલ્પ લઈને કલ્પવાસનો પ્રારંભ કરે છે. જે મહા માસની પૂર્ણિમાના સ્નાન પર્વ સુધી ચાલુ રહે છે.

    આ પણ વાંચો: પૂણેના આ મહાશયે 78 વર્ષની ઉંમરે પાવર લિફ્ટિંગ સ્પર્ધા જીતી

    વૈશ્વિક મહામારી કોરોનાના નવા વેરિયેન્ટ વચ્ચે આયોજિત થઈ રહેલા મહા મહિનાના મેળામાં આવેલા કલ્પવાસીઓ જીવન અને મૃત્યુની બેડીઓથી મુક્તિની ઈચ્છા સાથે અલૌકિક શક્તિ અને ઉર્જા મેળવવા સંગમની રેતીમાં એક મહિના સુધી કઠોર તપસ્યા અને જપ કરશે. પોષ પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત રાખે છે, સ્નાન કરે છે, દાન કરે છે અને પૂજા કરે છે. જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને નકારાત્મકતાનો અંત આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન અને વસ્ત્રોનું દાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમાના દિવસે કાચા ફળો અને શાકભાજીનું પણ દાન કરવું જોઈએ.

    હોર્ડિંગ્સ લગાવી શ્રધ્ધાળુંઓનુ સ્વાગત

    સંગમની રેતી પર 6 જાન્યુઆરી, શુક્રવારના રોજ પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન પર્વ સાથે મહા મહિનાના આ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. સંગમ નગરી 6 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી એટલે કે કુલ 44 દિવસ ચાલનાર આ મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ, કલ્પવાસીઓ અને સાધુસંતોના સ્વાગત માટે સજીધજીને તૈયાર થઈ ગઈ છે. ભક્તો, કલ્પવાસીઓ અને ઋષિમુનિઓના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

    આ પણ વાંચો: IIMમાંથી MBA કરેલા યુવાને BAPSમાં લીધી દીક્ષા: જાણો સંસાર ત્યાગ કર્યા પછી શું કહ્યું

    આ હોર્ડિંગ્સમાં પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરો લગાવવામાં આવી છે. તેના દ્વારા મહા મહિનાના મેળામાં આવતા કલ્પવાસીઓ, સાધુ-સંતો અને શ્રધ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લોકોને મહાકુંભ 2025માં હાજરી આપવા માટે પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. યોગી સરકાર 2023ના મહા મહિનાના આ મેળાને 2025ના મહાકુંભના રિહર્સલ તરીકે રજૂ કરી રહી છે. આ જ કારણ છે કે મહા મહિનાના મેળામાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ હોર્ડિંગ્સ દ્વારા મેળાના આયોજન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પણ દેખાય છે.
    First published:

    Tags: Prayagraj, Uttar Pradesh‬

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन