મસ્જિદ કમિટીએ સવારની નમાઝ વખતે પણ અવાજ ઓછો રાખવાનો નિર્ણય લીધો છે. કમિટીના લોકોનું કહેવું છે કે સીએમ યોગીની સૂચનાની રાહ જોયા વિના તેમણે પોતે જ લાઉડસ્પીકર અને અવાજ બંને ઓછા કરી દીધા છે.
સંગમ શહેર પ્રયાગરાજની (Prayagraj) જામા મસ્જિદે (Jama Masjid) યુપીમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકરનો અવાજ (Loudspeaker controversy) ઓછો કરવા માટે CM યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાને અનુસરીને એક અનોખી પહેલ કરી છે. આ અંતર્ગત, મસ્જિદમાં લગાવવામાં આવેલા 6માંથી 4 લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના બે લાઉડસ્પીકરનું વોલ્યુમ પણ નોંધપાત્ર રીતે ઓછું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, બાકીના બંને લાઉડસ્પીકરના હોર્નની દિશા પણ બદલી દેવામાં આવી છે. જામા મસ્જિદમાં સ્પીકરનો અવાજ એટલો ઓછો કરી દેવામાં આવ્યો છે કે અઝાનનો અવાજ દૂર સુધી સંભળાતો નથી.
હજુ પણ અવાજ થશે ઓછો
મસ્જિદ કમિટીએ ફજર એટલે કે સવારની નમાઝ દરમિયાન અવાજને પણ ઓછો રાખવાનો નિર્ણય લીધો છે. મસ્જિદ કમિટી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સીએમ યોગીના નિર્દેશો પર સરકારી કર્મચારીઓની કાર્યવાહીની રાહ જોયા વગર તેમણે પોતે જ લાઉડસ્પીકર અને અવાજ બંનેને ઘટાડી દીધા છે.
કમિટી સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે, તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ જે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે, તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. તે જ સમયે, એસપી સિટી દિનેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, લાઉડસ્પીકર અંગે સરકારની સૂચનાઓ પર તમામ ધર્મોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
તેમને લાઉડસ્પીકર લગાવવા અને માત્ર પરવાનગી હેઠળ જ વોલ્યુમ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ક્રમમાં, લોકો મંદિરો અને મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે સ્થાપિત લાઉડસ્પીકરની સંખ્યા ઘટાડી રહ્યા છે અને અવાજ પણ ઘટાડી રહ્યા છે. એસપી સિટીનું કહેવું છે કે લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે લોકોએ ગેરકાયદેસર રીતે લગાવેલા લાઉડસ્પીકર હટાવી લેવા જોઈએ.
ઝાંસીમાં પણ લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા
તે જ સમયે ઝાંસીમાં પણ CM યોગી આદિત્યનાથની અપીલ પર રામ જાનકી મંદિરના પૂજારી અને જામા મસ્જિદના ઈમામે પરસ્પર સંમતિથી લાઉડસ્પીકર હટાવી દીધું હતું. મંદિરના પૂજારી શાંતિ મોહન દાસ અને મસ્જિદના ઈમામ હાફિઝ મોહમ્મદ તાજ આલમે જણાવ્યું કે તેઓએ સંયુક્ત રીતે દાયકાઓથી લગાવેલા લાઉડસ્પીકરોને હટાવવાનો નિર્ણય લીધો છે, જેથી સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આપી શકાય.
રામ જાનકી મંદિર અને જામા મસ્જિદ ઝાંસીના બારાગાંવ શહેરમાં ગાંધી ચોકની નજીકમાં આવેલી છે. મંદિરમાં સવારે લાઉડ સ્પીકર વડે આરતી કરવામાં આવતી હતી, જ્યારે મસ્જિદમાં પાંચ વખત અઝાનની પરંપરા દાયકાઓથી ચાલી રહી હતી.
શાંતિ મોહન દાસે કહ્યું કે પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હવે લાઉડ સ્પીકર વગર સવાર-સાંજ આરતી કરવામાં આવી રહી છે. આ સાથે ભજનનો કાર્યક્રમ પણ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર