Lockdownમાં ખુલેલી ચાની દુકાને ઉગ્ર ચર્ચા દરમિયાન ફાયરિંગ, યુવકનું ઘટનાસ્થળે જ મોત

News18 Gujarati
Updated: April 5, 2020, 12:01 PM IST
Lockdownમાં ખુલેલી ચાની દુકાને ઉગ્ર ચર્ચા દરમિયાન ફાયરિંગ, યુવકનું ઘટનાસ્થળે જ મોત
કોરોના વાયરસને મુદ્દે બે યુવકો વચ્ચે ચાની દુકાન પર ઉગ્ર બોલાચાલી થઈ, આવ્યો કરૂણ અંજામ

કોરોના વાયરસને મુદ્દે બે યુવકો વચ્ચે ચાની દુકાન પર ઉગ્ર બોલાચાલી થઈ, આવ્યો કરૂણ અંજામ

  • Share this:
સર્વેશ દુબે, પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના પ્રયાગરાજ (Prayagraj)માં લૉકડાઉન (Lockdown) દરમિયાન ખૂલેલી એક ચાની દુકાન (Tea Shop) પર થઈ રહેલી ચર્ચા દરમિયાન શરૂ થયેલા વિવાદમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના કરેલી પોલીસ સ્ટેશન હદના બક્શી મોઢાની છે. જ્યાં લૉકડાઉન લાગુ હોવા છતાંય ચાની દુકાન ખોલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આ દરમિયાન ત્યાં હાજર લોટન નિષાદ અને મોહમ્મદ સોનાની વચ્ચે કોરોના વાયરસને લઈને થયેલી ઉગ્ર ચર્ચા એ હદે વધી ગઈ કે ફાયરિંગ થઈ ગયું. મોહમ્મદ સોના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં નિષાદને ગોળી વાગી, જેના કારણે તેનું મોત થઈ ગયું.

ઘટનાની જાણ થતાં જ ત્યાં પહોંચેલી પોલીસે આરોપી મોહમ્મદ સોનાની ધરપકડ કરીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક લોકો ચાની દુકાન પર એકત્ર થઈને ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન નિષાદ અને મોહમ્મદ સોનામાં કોઈ વાતે ઉગ્ર ચર્ચા શઈ થઈ ગઈ. ત્યારબાદ મોહમ્મદ સોના એ ગોળી ચલાવી દીધી. જેનાથી લોટનનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

આ પણ વાંચો, COVID-19: સિંગર કનિકા કપૂર ટૂંક સમયમાં હૉસ્પિટલથી થઈ શકે છે ડિસ્ચાર્જ

હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સાથોસાથ લૉકડાઉનમાં ચાની કુદાન ખોલવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ ચાની દુકાનના માલિક સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો, અમેરિકામાં કોરોનાનો કહેરઃ ન્યૂયોર્કનાં Funeral Homesમાં લાશોનો ખડકલો

આ પણ વાંચો, પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા, Lockdownના કારણે 3 દીકરા ન પહોંચી શક્યા

 
First published: April 5, 2020, 12:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading