બર્થડે પાર્ટીમાં દારૂ પીવડાવી બ્યૂટીશિયન સાથે 4 લોકોએ કર્યો ગેંગરેપ

News18 Gujarati
Updated: September 7, 2020, 10:53 AM IST
બર્થડે પાર્ટીમાં દારૂ પીવડાવી બ્યૂટીશિયન સાથે 4 લોકોએ કર્યો ગેંગરેપ
પ્રતીકાત્મક તસવીર

યુવતીના 4 દોસ્તોએ જ આચર્યું દુષ્કર્મ, પોલીસ સ્ટેશન પહોંચતા જ થઈ ગઈ બેભાન

  • Share this:
સર્વેશ દુબે, પ્રયાગરાજઃ સંગમનગરી પ્રયાગરાજ (Prayagraj)માં એક બ્યૂટીશિયન (Beautician)ને જન્મદિવસની પાર્ટી (Birthday Party)માં બોલાવીને તેના જ ચાર દોસ્તોએ ગેંગરેપ (Gangrape) કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી મુજબ, બર્થડે પાર્ટીમાં પહેલા યુવતીને દારૂ પીવડાવામાં આવ્યો અને પછી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. આટલું જ નહીં યુવતીની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. બેભાન અવસ્થામાં રવિવાર મોડી રાત્રે 20 વર્ષસય યુવતી ધૂમનગંજ પોલીસ સ્ટેશન પહોંચી અને ઘટનાની જાણકારી આપી. પોલીસે યુવતીના નિવેદનના આધારે કેસ નોંધી આરોપીઓની શોધખોળ કરવા માટે દરોડા પાડવાની શરૂ કરી દીધું છે.

આરોપ છે કે બેનીગંજની રહેવાસી બ્યૂટીશિયનને તેમના દોસ્ત આશિક, સુફિયાન, સાબૂ અને એક અન્ય યુવકે સુલેમ સરાય સ્થિત પોતાના ઘરે બોલાવી અને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. વિરોધ કરતાં તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવી. ત્યારબાદ પાર્ટીમાંથી યુવતી કોઈક રીતે ધૂમનગંજ પોલીસ સ્ટેશન પહોંચી અને ત્યાં જ બેભાન થઈ ગઈ.

આ પણ વાંચો, કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ

આ પણ વાંચો, 12 ફુટ લાંબા અજગરે નીલગાયના બચ્ચાને બનાવ્યો પોતાનો કોળિયો, અને પછી...

પોલીસે નોંધ્યો કેસ
ભાનમાં આવ્યા બાદ યુવતીએ પોલીસ (Police)ને જણાવ્યું કે તેની સાથે દુષ્કર્મ થયું છે. એસપી સિટીએ જણાવ્યું કે યુવતી નશાની હાલતમાં હતી. તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીના ઘરનું સરનામું પણ પીડિતા નથી જણાવી શકી. જેના કારણે પોલીસ આરોપી સુફિયાના ઘરને ટ્રેસ નથી કરી શકી. યુવતી સાથે ગેંગરેપની ઘટના સામે આવતાં પોલીસ બેડામાં હોબાળો થઈ ગયો હતો.
Published by: Mrunal Bhojak
First published: September 7, 2020, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading