Home /News /national-international /માતા-પિતા સાવધાન! મોબાઈલ ગેમ માટે પિતાએ આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કર્યો આપઘાત

માતા-પિતા સાવધાન! મોબાઈલ ગેમ માટે પિતાએ આપ્યો ઠપકો, વિદ્યાર્થીએ કર્યો આપઘાત

મોબાઈલ ગેમ માટે આપઘાત

Student Suicide : મોબાઈલ ગેમ (Mobile Game) માટે જેવી આટલી નાની અમથી વાતથી નારાજ દીકરો પોતાનું જીવન સમાપ્ત કરી લેશે એવી ક્યાં ખબર હતી. પરિવાર હજુ પણ ઊંડા આઘાતમાં ગરકાવ છે અને પિતાને લાગે છે કે તેમણે ઠપકો આપ્યો ના હોતતો આવું બનત નહી.

વધુ જુઓ ...
    Student Suicide : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના શહેર પ્રયાગરાજ (Prayagraj) માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ધોરણ 9માં ભણતા એક વિદ્યાર્થીએ પિતાના ઠપકાથી નારાજ થઈને ફાંસી લગાવીને આત્મહત્યા (sucide) કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે તેમના પિતાએ તેમને મોબાઈલ ગેમ (Mobile Game) રમવા અંગે ઠપકો આપ્યો હતો. જયારે મોડી રાતે પિતાએ ઠપકો આપ્યો ત્યારે તે નારાજ થઇને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને ત્યાંજ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા (game sucide) કરી લીધી હતી.

    બારીમાંથી જોયું ત્યારે

    સવારે જયારે દરવાજો ખુલ્યો નહિ તો ઘરના લોકોને શંકા પડી. દરવાજો ખખડાવતા જવાબન મળ્યો તો ઘરના લોકોએ બારીમાંથી અંદર જોયું તો હોશ ઉડી ગયા. વિદ્યાર્થીની લાશ પંખે લટકતી હતી. તરતજ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે દરવાજો તોડીને લાશને કબ્જે કરી અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

    છોકરાના પિતા રઘુનાથ પ્રસાદ ગુપ્તા રેલવેમાં કામ કરે છે અને પરિવાર સાથે કર્નલગંજમાં રહે છે. તેને બે દીકરા છે જેમાં નાનો દીકરો સચ્ચિદાનંદ, બીએચએસ સ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાશ કરે છે. તે ભણવામાં બેધ્યાન બનીને મોબાઈલમાં વિડિઓ ગેમ રમ્યા કરતો હતો. મંગળવાર રાતે જમતી વખતે વિડિઓ ગેમ રમવા બાબતે તેને ઠપકો આપ્યો હતો.

    આ પણ વાંચોBIG Tragedy : ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, 6ના કરૂણ મોત, 2 ઈજાગ્રસ્ત

    પછી શું થયું

    ઠપકાથી નારાજ સચ્ચિદાનંદ અંદર રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી દીધો. પરિવાર જનોને થયું કે સવાર થતા બધું ઠીક થઇ જશે. આટલી નાની અમથી વાતથી નારાજ દીકરો પોતાનું જીવન સમાપ્ત કરી લેશે એવી ક્યાં ખબર હતી. પરિવાર હજુ પણ ઊંડા આઘાતમાં ગરકાવ છે અને પિતાને લાગે છે કે તેમણે ઠપકો આપ્યો ના હોતતો આવું બનત નહી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Game in Mobile, Online game, Student suicide, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

    विज्ञापन
    विज्ञापन