ન્યૂઝ 18 ગુજરાતી: એક સમયે જેમના નામથી હિંદુત્વની હાક વાગતી હતી તેવા વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ ડૉ. પ્રવિણ તોગડિયાએ નવો પક્ષ રચી અને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ડૉ. તોગડિયા 'અબ કી બાર હિંદ સરકાર'ના નારા સાથે લોકસભાની ચૂંટણીમાં જંપલાવશે.
ભારતીય જનતા પાર્ટી અને વડા પ્રધાન મોદી પર આક્ષેપ કરતા પ્રવિણ ગોગડિયાએ જણાવ્યું હતું કે આ સરકાર રામ મંદિર નિર્ણામ, યુવાનોને રોજગારી સહીતના તમામ મુદ્દે નિષ્ફળ ગઈ છે. અમે હિંદુઓની અપેક્ષા પુરી કરે તેવી સરકાર રચીશુ
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અને રેશ્મા પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ ડૉ. તોગડિયા ગુજરાતના ત્રીજા નેતા છે જેણે આ પ્રકારે ભાજપ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર