કોરોના કાળમાં દેશ વધારે તાકાતવર બન્યો: પ્રવાસી ભારતીય સંમેલનમાં PM મોદી

કોરોના કાળમાં દેશ વધારે તાકાતવર બન્યો: પ્રવાસી ભારતીય સંમેલનમાં PM મોદી
પીએમ મોદી.

Pravasi Bharatiya Divas 2021: આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસનો વિષય 'આત્મનિર્ભર ભારતમાં યોગદાન' રાખવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે 16મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન (Pravasi Bharatiya Divas 2021) આજે ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે. વડાપ્રધાન મોદી (PM Modi)એ આજે સંમેલનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યુ હતુ કે કોરોના કાળમાં ભારત (India) તાકાતવર બન્યો છે. આજે ભારત દુનિયામાં સૌથી ઓછો ફેટરનિટી રેટ અને સૌથી વધારે રિકવરી રેટ ધરાવતા દેશો પૈકીનો એક છે. ભારતમાં હાલ એક નહીં પરંતુ બે કોરોના વેક્સીનને મંજૂરી મળી ચૂકી છે. દુનિયા આખાની નજર ભારત પર ટકી છે કે અહીં કેવી રીતે સૌથા મોટા રસીકરણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

    આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસનો વિષય 'આત્મનિર્ભર ભારતમાં યોગદાન' રાખવામાં આવ્યો છે. સંમેલનને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, જે પ્રોડક્ટ ભારતમાં બનશે તેનો લાભ આખી દુનિયાને મળશે. ભારત જે ક્ષેત્રમાં સમર્થ હોય છે તેનો લાભ આખી દુનિયાને મળે છે. ભારતની આ સફળતામાં તમામ પ્રવાસી ભારતીયોનું ખૂબ મોટું યોગદાન છે.



    આ પણ વાંચો: કોરોના અપડેટ્સ: છેલ્લા 24 કલાકમાં ફક્ત બે રાજ્યમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

    પીએમ મોદીએ કહ્યુ કે, તમે જ્યાં પણ ગયા ભારતીયતાને સાથે લઈ ગયા છો. તમે ભારતીયતાથી જીવતા રહ્યા અને લોકોને જાગૃત કરતા રહ્યા. તમે બધાએ ફૂડ, ફેશન અને પરિવારના મૂલ્યથી ભારતીયતાનો પ્રસાર કર્યો છે. દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો વિસ્તાર થયો છે, તમારા તમામ લોકોના આચરણને કારણે આ શક્ય બન્યું છે. ભારતે ક્યારેય કંઈ થોપ્યું નથી અને આવો વિચાર કે પ્રયાસ પણ કર્યો નથી. તમે તમામ જ્યાં રહો છો ત્યાં અને ભારતમાં કોવિડ 19 વિરુદ્ધ લડાઈમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પીએમ કેરમાં તમારા તરફથી આપવામાં આવેલી સહાયથી ભારતમાં સ્વાસ્થ્ય સેવા વધારે મજબૂત બની રહી છે.

    પીએમ મોદીએ રિશ્તા પોર્ટલની શરૂઆત કરાવી

    વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ભારત સરકાર દરેક ક્ષણે તમારી સાથે ઊભી છે. દુનિયાભરમાં ભારતીય સમુદાયના સારા જોડાણ માટે રિશ્તા નામનું નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી મુશ્કેલીના સમયમાં પોતાના સમાજ સુધી પહોંચવું અને સંપર્ક કરવું સરળ બની રહેશે. આ સમય એવા સાથીઓ અને સેનાનીઓને યાદ કરવાનો છે જેમણે ભારત બહાર રહીને ભારતને આઝાદી અપાવવાનું કામ કર્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:January 09, 2021, 12:05 pm

    ટૉપ ન્યૂઝ