Home /News /national-international /

16 વર્ષના કિશોરે Cameraમાં કેદ કર્યા ગુરુ અને શનિ ગ્રહના અદભૂત Photos, જાણો કઈ રીતે થયું આ કામ

16 વર્ષના કિશોરે Cameraમાં કેદ કર્યા ગુરુ અને શનિ ગ્રહના અદભૂત Photos, જાણો કઈ રીતે થયું આ કામ

(તસવીર સૌજન્ય- Prathamesh Jaju/Indiatimes)

Internet Sensation Star: ધોરણ-11માં ભણતા Prathamesh Jaju એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં કારકિર્દી બનાવવા માંગે છે

પુણે. મન હોય તો માળવે જવાય તે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો પૂણેમાં સામે આવ્યો છે. પૂણે (Pune)નો 16 વર્ષનો કિશોર પ્રથમેશ જાજુ (Prathamesh Jaju) આ સમયે ઇન્ટરનેટનો સેન્સેશન સ્ટાર (Internet Sensation Star) બની ગયો છે. તેણે પોતાના પેશનને અનુસરી ટાંચા સાધનોમાં પણ ચંદ્ર (Moon), શનિ (Saturn) અને ગુરુ (Jupiter) જેવા ગ્રહોની ચોખ્ખી તસવીરો ક્લિક કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તેની સ્કીલ અને ક્રિએટિવિટી લોકોને ખૂબ જ ગમી છે. આ સાથે જ પ્રથમેશ જાજુએ આ તસવીરો કઈ રીતે ખેંચી, ક્યા પડકાર સામે આવ્યા તે સહિતની બાબતો જાણવાની લોકોને ઈચ્છા છે. જેથી અહીં તેના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

પ્રથમેશ પોતાને કલાપ્રેમી એસ્ટ્રોફોટોગ્રાફર અને એસ્ટ્રોનોમર ગણાવે છે. Indiatimes સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, હું 8 વર્ષની ઉંમરથી જ બ્રહ્માંડની અજાયબીઓ પ્રત્યે આકર્ષિત થઈ ગયો હતો. હું સ્પેસ અને સાયન્સ સંબંધિત સ્ટાર ટ્રેક, સ્ટાર વોર્સ જેવી સાય-ફાઇ ફિલ્મો અને ટીવી શો જોતો હતો!

પ્રથમેશ (Prathamesh Jaju) પોતાની અંદર રહેલી જિજ્ઞાસાને સંતોષવા માટે એસ્ટ્રોનોમી ક્લબનો સભ્ય બન્યો હતો. આ બાબતે તેણે કહ્યું હતું કે, ખગોળશાસ્ત્ર અને એસ્ટ્રોફોટોગ્રાફી વિશે વધુ જાણવા માટે હું દેશના સૌથી જુના કલાપ્રેમી ખગોળશાસ્ત્રી સંગઠન જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા નામના એસ્ટ્રોનોમી ક્લબમાં જોડાયો હતો. એસ્ટ્રોફોટોગ્રાફી શીખવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા.

(તસવીર સૌજન્ય- Prathamesh Jaju/Indiatimes)


તેણે જોયું કે, એસ્ટ્રોફોટોગ્રાફરો નાના ટેલિસ્કોપ, DSLR કેમેરા જેવી સામાન્ય સેટઅપથી પણ બ્રહ્માંડની તસવીરો ખેંચી શકે છે. આ વસ્તુઓ તેના ઘર પર પણ ઉપલબ્ધ હતી. જેથી તેણે ખગોળીય પદાર્થોની તસવીરો લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ક્યારેય પાછું વળીને જોયું નથી.

બ્રહ્માંડની તસવીરો માટે તે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરતો હોવાનું કહ્યું હતું. તેણે Indiatimesને જણાવ્યું હતું કે, ગ્રહોની તસવીરો માટે હું સામાન્ય રીતે સેલેસ્ટ્રોન 5 કેસેગ્રેઈન ટેલિસ્કોપ સાથે સ્કાયવોચર EQ3-2 માઉન્ટનો ઉપયોગ કરતો હતો. જે મેં જ્યોતિર્વિદ્યા પરિસ્થાન પાસેથી ઉધાર લીધું હતું. જ્યારે કેમેરા માટે હું ZWO ASI120MCS અથવા ZWO ASI462MCS નો ઉપયોગ કરું છું.

અહીં ઉલ્લેખનીય છે કે, પ્રથમેશ જાજુએ થોડા સમય પહેલા ચંદ્રની સૌથી સુંદર તસવીર તૈયાર હતી અને આ રંગીન તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જાજુએ આ અનોખી તસવીરને HDR લાસ્ટ ક્વાર્ટર મિનરલ મૂન નામ આપ્યું હતું. એસ્ટ્રોફોટોગ્રાફી માટે જાજુનો ઉત્સાહ ચરમસીમાએ છે. જેથી તેના કાકાએ તેને એક સ્કાયવોચર 150 પી ટેલિસ્કોપ આપ્યું હતું. જે તેમણે પોતાના કેનન 1300 ડી સાથે જોડી દીધું હતું.

જાજુ વધુમાં કહે છે કે, મારા મિત્ર આદિત્ય કિંજાવડેકર અને મેં કેનન EOS1300D DSLR કેમેરા પર સ્પેક્ટ્રમ સુધારો કર્યો હતો. તે માટે અમે DSLRને ડિસએસેમ્બલ કર્યો હતો અને IR બ્લોક ફિલ્ટર તથા LPF2 ફિલ્ટરને દૂર કર્યું હતું. IR બ્લોક ફિલ્ટર તથા LPF2 ફિલ્ટરના કારણે કેમેરો તમામ વેવલેંધ પ્રત્યે સંવેદનશીલ બને છે.

આ પણ વાંચો, Tokyo Olympicsમાં મારિયાએ જીત્યો હતો સિલ્વર મેડલ, માસૂમનો જીવ બચાવવા કરી દીધી હરાજી

પોતાના પ્રોજેકટ માટે શનિ અને ગુરુ શા માટે પસંદ કર્યા તેના જવાબમાં તે કહે છે કે, ગુરુ અને શનિ તેજસ્વી તથા સુંદર છે. આપણે ગુરુના લો, ગેનીમેડ, યુરોપા અને કેલિસ્ટો જેવા મોટા ચંદ્ર અને વેધર બેન્ડ્સ જોઈ શકીએ છીએ. જ્યારે શનિના વલયો તેને સૌથી સુંદર બનાવે છે.

પ્રથમેશ જાજુ શૂટ કરતી વખતે તેના મિત્રો અથર્વ પાઠક, સિદ્ધાર્થ બિરમલ અને શુભમ કુલકર્ણી સાથે જ્યોતિર્વિદ્યા પરિષદની ઓબ્ઝર્વેટરીની મુલાકાત લીધી હતી. પહેલા વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પણ 2:00 AM બાદ વાતાવરણ સાફ થવાનું શરૂ થયું હતું. જેથી તેઓ ગુરુ અને શનિ ગ્રહો તેમજ અન્ય તારાઓ જોઈ શક્યા હતા. ત્યારબાદ તેઓએ ટેલિસ્કોપને ફટાફટ એસેમ્બલ કરી શનિ સામે ગોઠવ્યું અને શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ગ્રહોને ખૂબ જ નજીક જોઈને તેઓ રોમાંચિત થયા હતા. ગ્રહ જોવાનો અનુભવ અવિસ્મરણીય અને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવો હતો. તેમણે શનિ અને તેના વલયો સ્પષ્ટપણે જોયા હતા. જોકે, વાતાવરણ ફરી વાદળછાયું થઈ જવાના ડરથી તેમણે બંને ગ્રહોની 7000થી 10000 જેટલી તસવીરો ખેંચી હતી. ત્યારબાદ આ તસવીરોને PIPP, AUTOSTAKKERT, Registax, IMPPG, Adobe Photoshop, Lightroom અને Snapseed જેવા સોફ્ટવેરમાં પ્રોસેસ કરાઈ હતી.

તેમણે કહ્યું હતું કે, સોલાર સિસ્ટમમાં ગુરુ સૌથી મોટો ગ્રહ હોવાની સાથે શનિ જેટલો સુંદર છે. પરફેક્ટ શોટ મેળવવા માટેની તૈયારી સ્વયંસ્ફુરીત હોય છે. પરંતુ હવામાનની આગાહી ઘણી મદદ કરે છે.

પ્રથમેશ હવે એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં કારકિર્દી બનાવવા માંગે છે. જ્યારે એસ્ટ્રોફોટોગ્રાફી તેનો શોખ છે. તેણે ધો. 11માં સાયન્સ રાખ્યું છે. અલબત એવું નથી કે તે માત્ર એસ્ટ્રોફોટોગ્રાફી જ કરે છે, તે સારો એથ્લેટ પણ છે. 2019માં તે લોન્ગ જમ્પમાં રાષ્ટ્રીય કક્ષાએ રમી ચુક્યો છે. એસ્ટ્રોફોટોગ્રાફી સિવાય તેને વાંચન, ટ્રેકિંગ, રોક મ્યુઝિક સાંભળવા અને કોફી પીવા સહિતના શોખ છે.

આ પણ વાંચો, Afghanistan Crisis: અફઘાની મહિલા સૈનિકનું દર્દ છલકાયું, કહ્યું- Talibani રેપ કરશે અને અમને મારી નાંખશે

એસ્ટ્રોફોટોગ્રાફી અંગે તે લોકોને સલાહ આપે છે કે, ધીરજ હોય તો એસ્ટ્રોફોટોગ્રાફી ખૂબ જ સરળ છે. અત્યારે તમારી પાસે જે પણ સાધન છે, તે શ્રેષ્ઠ સાધન છે. DSLR કેમેરો અને ટ્રાઇપોડના માધ્યમથી એસ્ટ્રોફોટોગ્રાફી શરૂ કરી શકાય છે. યુટ્યુબ પરથી થોડું માર્ગદર્શન લેવું જોઈએ.

પોતાના આગામી ડ્રિમ પ્રોજેકટ અંગે તેણે કહ્યું હતું કે, હું એસ્ટ્રોફોટોગ્રાફી માટે મારા સેટઅપ સાથે લેહ લદ્દાખ જવાનું વિચારી રહ્યો છું. હિમાલયની પર્વતમાળાઓમાં કોઈ પ્રદૂષણ નથી. મને આશા છે કે હું વિવિધ નેબ્યુલા અને ગેલેક્સીની સુંદર તસવીરો ખેંચી શકીશ.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Jupiter, Prathamesh Jaju, Pune, Saturn, Science

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन