ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં શકીલ હત્યાકાંડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. વધુમાં પોલીસે આ ઘટનામાં જોડાયેલા 2 અભિયુક્તોની પણ ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસને કુહાડી, છરી અને મોબાઇલ ફોન પણ મળ્યા છે. પુછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના આરોપી તેવા ગુલઝાર શેખ, શોએબ ખાને ઓનલાઇન શોપિંગ કરીને છરી ખરીદી હતી. અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. શકીલના મોબાઇલ ફોન દ્વારા પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી.
આ ઘટના 8 ઓગસ્ટના રોજ બની હતી. જ્યારે શકીલ પોતાની ખેતરની રખેવાળી કરવા ખેતરમાં સુઇ રહ્યો હતો. અડધી રાતે ગુલઝાર અને શોએબે તેને કુહાડી અને ચાકુ મારીને નિર્મમ હત્યા કરી હતી. ગુલઝાર શકીલનો મોબાઇલ ફોન અને ચાર્જર લઇને ફરાર થયા હતા. સવારે પરિવારજનોને આ ઘટના વિષે જાણકારી મળી. તે પછી 4 લોકો પર હત્યાના કેસ નાખવામાં આવ્યો.
હત્યામાં ફસાયેલા ચાર યુવકો પોતાન નિર્દોષ જણાવી રહ્યા હતા. તે પછી પોલીસે તપાસ કરી અને 3 મહિના પછી શકીલના જૂના ફોનમાં નવું સીમ નાંખીને જ્યારે તેને ચાલુ કરવામાં આવ્યો તો પોલીસને ગુલઝાર અને શોએબ સુધી પહોંચી શકી. હત્યારાએ જણાવ્યું કે શકીલ હંમેશા તેમને ખેતમાં ઢોર જવા પર અને ખેતરમાંથી કેરી તોડવા પર માર-પીટ કરીને અપમાન કરતો હતો. જેના કારણે તેમણે શકીલની હત્યાનો પ્લાન તૈયાર કર્યો અને તેને મોતને ઘાટ ઉતાર્યો. પણ મૃતકના મોબાઇલ ફોનને ચોરી કરવી લઇ જવું તેમની મોટી ભૂલ સાબિત થઇ.
ત્રણ મહિના પછી તેમાં જ્યારે બીજું સીમ નાંખ્યું ત્યારે હત્યાનો આ રાજ ખુલી ગયો. પોલીસ આ મામલે તપાસ કરતા હત્યાના આરોપીઓએ જણાવ્યું કે તેમણે હત્યા પછી શકીલનો ફોન ચોર્યો હતો. અને ત્રણ મહિના માટે ફોન બંધ રાખ્યો હતો.
અને ત્રણ મહિના પછી તેમાં નવું સીમ નાંખી તેને ચાલુ કર્યો હતો. જો કે પોલીસે મોબાઇલની શોધ સર્વિલાન્સ દ્વારા કરી હતી. સાથએ જ હવે આ ભૂલ પછી હત્યાના આરોપીઓને પોલીસે જેલની પાછળ નાંખવામાં સફળ રહી છે.
Published by:Chaitali Shukla
First published:December 05, 2020, 13:15 pm