પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ : બાજવાએ કહ્યું- પાર્ટી બચાવવી હોય તો અમરિંદર અને જાખડને હટાવવા પડશે

News18 Gujarati
Updated: August 7, 2020, 6:00 PM IST
પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ : બાજવાએ કહ્યું- પાર્ટી બચાવવી હોય તો અમરિંદર અને જાખડને હટાવવા પડશે
પંજાબ કોંગ્રેસમાં ખેંચતાણ : બાજવાએ કહ્યું- પાર્ટી બચાવવી હોય તો અમરિંદર અને જાખડને હટાવવા પડશે

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે કોંગ્રેસના બે રાજ્યસભા સદસ્ય પ્રતાપ સિંહ બાજવા અને શમશેર સિંહ ઢુલોનાએ મોરચો ખોલ્યો

  • Share this:
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amrinder Singh)સામે કોંગ્રેસના બે રાજ્યસભા સદસ્ય પ્રતાપ સિંહ બાજવા (Pratap Singh Bajwa)અને શમશેર સિંહ ઢુલોનાએ મોરચો ખોલી દીધો છે. બાજવાએ શુક્રવારે કહ્યું કે જો રાજ્યમાં પાર્ટીને બચાવવી છે તો અમરિંદર અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુનીલ જાખડને તેમના પદ પરથી હટાવવા પડશે. તેમણે એ પણ કહ્યું કે જો પાર્ટી હાઇકમાન્ડ આવો નિર્ણય નહી લે તો કોંગ્રેસની પંજાબમાં એવી જ સ્થિતિ થશે જે સિદ્ધાર્થ શંકર રાય (પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી) પછી પશ્ચિમ બંગાળમાં થઇ હતી.

બીજી તરફ પાર્ટીના પ્રદેશ પ્રભારી આશા કુમારીએ શુક્રવારે કહ્યું કે આ બંને સાંસદોના મામલામાં કોઈ નિર્ણય એકે એન્ટોનીની અધ્યક્ષતાવાળી અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિ કરશે. ઉલ્લેખનીય છે કે પંજાબના કેબિનેટ મંત્રીઓએ હાલમાં ઝેરીલા શરાબ મામલામાં રાજ્ય સરકારની ટિકાને લઈને ગુરુવારે બાજવા અને શમશેર સિહને તત્કાલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. રાજ્યસભાના બંને સભ્યોએ હાલમાં ઝેરીલા દારૂના મામલાને લઈને પોતાની પાર્ટીની સરકારની ટિકા કરી હતી. આ ઘટનામાં 113 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો - સુરતમાં ધોધમાર વરસાદ, 12 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં પોણા ત્રણ ઈંચપાર્ટી તરફથી કાર્યવાહીની તૈયારી વિશે પુછવા પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બાજવાએ કહ્યું કે 113 લોકોના જીવ ગયા છે. અમે લોકોનો અવાજ ઉઠાવ્યો છે. અમે કોંગ્રેસ અને પંજાબની ભલાઈ માટે આમ કરી રહ્યા છીએ. આનાથી સરકારની ઘણી બદનામી થઈ રહી છે. અમે નશાને ખતમ કરવાના વાયદા સાથે સત્તામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? આ વિશે હાઇકમાન્ડને પણ જાણ કરી છે પણ અત્યાર સુધી કશું થયું નથી.
બાજવાએ કહ્યું કે પંજાબમાં કોંગ્રેસને બચાવવા માટે અમરિંદર સિંહ અને સુનીલ જાખડને હટાવવા જોઈએ. જો તમારા પર કાર્યવાહી કરવામાં આવશે તો શું કરશો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું હંમેશા કોંગ્રેસી છું. મારી પાસે બલિદાનનો ઇતિહાસ છે. રાહુલ ગાંધી મારા નેતા છે. હું આજે પણ રાહુલ ગાંધીનો નજીકનો છું.
Published by: Ashish Goyal
First published: August 7, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading