પ્રશાંત પટેલ: આ વકીલને કારણે આવ્યો "આપ"માં આવ્યો ભૂકંપ!

News18 Gujarati
Updated: January 20, 2018, 10:18 AM IST
પ્રશાંત પટેલ: આ વકીલને કારણે આવ્યો
પ્રશાંત પટેલ

પ્રશાંત પટેલ 'હિન્દૂ લીગલ સેલ"ના સભ્ય છે. તેઓ ઉત્તરપ્રદેશના ફતેહપુર ના નિવાસી છે.

  • Share this:
નવી દિલ્હી: દિલ્હીમાં સત્તાધીશ "આમ આદમી પાર્ટી(આપ)" ને ચૂંટણીપંચે જબરદસ્ત આંચકો આપતા પાર્ટીના 20 ધારાસભ્યોને "ઑફીસ ઓફ પ્રોફિટ"ના મુદ્દે અનુચિત ઠેરવવાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચની આ નિર્ણય બાદ હવે એ સ્પષ્ટ છે કે, આ તમામ 20 ધારાસભ્યોનું "ધારાસભ્ય પદ" જાય તે લગભગ નિશ્ચિત બની ગયું છે. બીજી તરફ નૈતિકતા ધોરણે બીજેપી અને કોંગ્રેસ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાજીનામુ આપી દેવાની માંગ કરી છે. જોકે આ તમામ સ્થિતિ ઉભી કરવા પાછળ જે વ્યક્તિ નો હાથ છે તેનાથી તમે પરિચિત છો?

આમ આદમી પાર્ટીના આ 20 ધારાસભ્યો સામે ચૂંટણીપંચમાં ફરિયાદ કરનારા યુવાન વકીલનું નામ છે પ્રશાંત પટેલ। 30 વર્ષના પ્રશાંતે વર્ષ-2015માં વકીલાતની શરૂઆત કરી હતી. સપ્ટેમ્બર, 2015માં તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ સમક્ષ એક અરજી ધાખલ કરી સંસદીય સચિવોની ગેરકાયદે નિયુક્તિ ઉપર સવાલો ઉભા કાર્ય હતા. આ મામલે તેઓ રાતોરાત પ્રચલિત થઇ ગયા હતા.

માધ્યમોના હેવાલોનું જો માનીએતો, પ્રશાંત પટેલ 'હિન્દૂ લીગલ સેલ"ના સભ્ય છે. તેઓ ઉત્તરપ્રદેશના ફતેહપુર ના નિવાસી છે. પ્રશાંત પટેલના જણાવ્યા અનુસાર, 'લોકસભા અને દિલ્હી વિધાનસભા પૂર્વ સચિવ એસ.કે.શર્મા નું એક પુસ્તક "દિલ્હી સરકારકી શક્તિયા વ સીમાંયે"વાંચ્યા પછી તમને સમજાયું કે મુખ્યમંત્રી કેજરીવાલે બિનસંસદીય ધાબે તેમના 21 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા.

પ્રશાંત પટેલે આ પુસ્તકના લેખકની મુલાકાત લઇ સમગ્ર બાબતને સમજવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ, 21 સંસદીય સચિવો વિરુદ્ધ રાષ્ટ્રપતિ સમક્ષ ધા નાખી. 2 વર્ષ સુધી ચૂંટણીપંચે આ સંસદીય સચિવોને આયોગ્ય ધેરાવવાની ભલામણ કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એસસી પૂર્ણ કાર્ય બાદ તેમણે નોઈડાની એક કોલેજમાંથી એલએલબી ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ પૂર્વે તેમણે બોલિવૂડ એક્ટર આમીરખાન અને ડિરેક્ટર રાજકુમાર હીરાની સામે ફિલ્મ "પીકે" માં હિન્દૂ દેવી-દેવતાના અયોગ્ય ચિત્રણને લઈને ફરિયાદ દાખલ કરી ચુક્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: January 20, 2018, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading