શું છે પ્રશાંત કિશોર અને નીતિશ કુમારનું 'સિક્રેટ મિશન'?

News18 Gujarati
Updated: June 4, 2019, 8:05 PM IST
શું છે પ્રશાંત કિશોર અને નીતિશ કુમારનું 'સિક્રેટ મિશન'?
News18 Gujarati
Updated: June 4, 2019, 8:05 PM IST
રવીશકુમાર સિંઘ, ન્યૂઝ18: રાષ્ટ્રીય મીડિયામાં નીતિશ કુમારની એનડીએમાં બન્યા રહેવા અને અલગ થવાને લઇને રાજકારણ ગરમાયું છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં કેન્દ્રીય મંત્રીપરિષદના શપથ ગ્રહણથી લઇને બિહારમાં નીતિશ કુમારના મંત્રીમંડળના વિસ્તાર સુધી નીતિશ કુમાર ચર્ચામાં રહ્યાં છે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે નીતિશ કુમાર અને પ્રશાંત કિશોર સિક્રેટ મિશનમાં છે.

નીતિશ કુમાર અને તેમની પાર્ટીના અન્ય નેતાઓના નિવેદનોથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે તેમની સાથે સારું નથી થયું. એવામાં સવાલ એ થાય છે કે નીતિશ કુમાર હવે શું કરશે. નીતિશ કુમારના વિશ્વાસપાત્ર અને પાર્ટીના રણનીતિકાર પ્રશાંત કિશોરનો રોલ હવે શું હશે ? શું પ્રશાંત કિશોર કોઇ રણનીતિ બનાવી રહ્યાં છે ?

અહીં ક્લિક કરી વાંચોઃ ભગવા રંગની જર્સીમાં જોવા મળશે ટીમ ઇન્ડિયા, સામે આવી તસવીર

કેબિનેટમાં સ્થાન ન મળવાથી જેડીયુનો ગુસ્સો જગજાગેર છે, જો કે આ અંગે ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા ન આવી. આરજેડી નેતાઓએ પણ નીતિશ કુમારના પક્ષમાં નિવેદન આપવાનું શરૂ કર્યું. આરજેડી નેતાઓની બયાનબાજી બાદ જેડીયુ નેતાઓ અંદરોઅંદર ખુશ તો થયા પરંતુ પાર્ટી પ્રવક્તા મીડિયા સામે સતત કહી રહ્યાં છે કે અમે એનડીએની સાથે જ રહીશું.

આ બધી વાતો વચ્ચે સવાલ એ છે કે શું બિહારમાં ગઠબંધન તૂટવાની કગાર પહોંચી ગયું છે ? જો બિહારમાં ગઠબંધન તૂટશે તો તેનાથી નીતિશ સરકાર પર કેટલી અસર પડશે ? શું નીતિશ કુમારની આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સાથે અંદરોઅંદર વાતચીત ચાલી રહી છે ? જો સાચે જ નીતિશ કુમાર લાલુ યાદવ વચ્ચે ગઠબંધનની વાત ચાલી રહી છે તો આ બધુ ગોઠવનાર વ્યક્તિ કોણ છે, કોણ છે જે નીતિશ કુમારની ભાવી રણનીતિના અમલ પર કામ કરી રહ્યું છે ?
First published: June 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...