શું પ્રશાંત કિશોરે શિવસેનાને CMની ખુરશીનું સપનું દેખાડ્યું હતું?

News18 Gujarati
Updated: November 13, 2019, 9:19 AM IST
શું પ્રશાંત કિશોરે શિવસેનાને CMની ખુરશીનું સપનું દેખાડ્યું હતું?
પ્રશાંત કિશોરે ઉદ્ધવ અને આદિત્ય ઠાકરે સાથે ફેબ્રુઆરી 2019માં મુલાકાત કરી હતી. (Photo: Twitter/@AUThackeray)

બીજેપીએ 'મહારાષ્ટ્રના મહાભારત' માટે પ્રશાંત કિશોરને જવાબદાર ઠેરવ્યા

  • Share this:
પટના : મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય ઉથલપાથલ (Political Crisis)ની વચ્ચે બીજેપી (BJP)એ ચૂંટણી રણનીતિકાર અને જેડીયૂ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર (Prashant Kishore) પર નિશાન સાધ્યું છે. બીજેપી નેતા પ્રિતી ગાંધી (Priti Gandhi)એ એનડીએ ગઠબંધનથી શિવસેના (Shiv Sena)ના અલગ થવા માટે પ્રશાંત કિશોરને જવાબદાર ઠેરવ્યા છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે, પ્રશાંત કિશોર લઈ ડૂબ્યા. બીજી તરફ, જેડીયૂ નેા અજય આલોક (Ajay Alok)એ પણ પ્રશાંત કિશોર પર કટાક્ષ કર્યો છે. તેઓએ અપ્રત્યક્ષ રીતે કિશોર પર હુમલો કરતાં કહ્યુ છે કે, માસ્ટર સ્ટ્રેટેજિસ્ટના કારણે જ મહારાષ્ટ્રમાં આવો હાલ છે. મૂળે, માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને મુખ્યમંત્રીનું સપનું દેખાડ્યું હતું. આ જ કારણ છે કે 50-50 ફૉમ્યૂલા હેઠળ શિવસેનાએ બીજેપી પાસે અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીપદની માંગ કરી હતી, જેને બીજેપીએ ઠુકરાવી દીધી હતી. અંતમાં બંને ભગવા પાર્ટીની વચ્ચે અઢી દશક જૂનું ગઠબંધન તૂટી ગયું.

JDU નેતાનો કટાક્ષ

જેડીયૂ નેતા અજય આલોકે ટ્વિટ કરીને કહ્યુ કે, એક છે માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ. છેલ્લા કેટલાક દિવસોમાં શિવસેના તેમનું જ્ઞાન લઈ રહી હતી. પરિણામ સૌ જોઈ રહ્યા છે. હવે મહામહિમે વધુ સમય નથી આપ્યો. લાગે છે કે આ પૉઇન્ટ પર માસ્ટર સાહેબે ધ્યાન નથી આપ્યું. પરિણામ 'ન તીન મેં ન તેરહ મેં કહેતે હેં ન ગફલત મેં સબ ગએ, માયા મિલી ન રામ, જય માતર સાબ'.
ઉદ્ધવ ઠાકરેના સલાહકાર છે પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. સૂત્રો મુજબ, પ્રશાંત કિશોરની સલાહના કારણે જ ઉદ્ધવ ઠાકરેના મનમાં મુખ્યમંત્રી બનવાની ઈચ્છા જાગી. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ગાદી માટે મહાભારત શરૂ થઈ ગયું. માનવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર તેના માધ્યમથી એક તીરથી બે નિશાન સાધી રહ્યા છે, જેમાં આવતા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂને સીટોની વહેંચણીમાં બીજેપી પર દબાણ બનાવવું સરળ રહેશે. તો આ જ ગેમથી 2024ની ચૂંટણીમાં નીતીશ કુમારની મહાત્વાકાંક્ષાને બળ મળશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા ઉદ્ધવ સાથે થઈ હતી મુલાકાત

મળતી જાણકારી મુજબ, પ્રશાંત કિશોર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પહેલા મળવા ગયા હતા. તે સમયે એવો કરાર થયો હતો કે પ્રશાંત શિવસેનાને બીજેપીનો સામનો કરવાના ગુણ બતાવશે અને ચૂંટણી બાદ અમ જ થયું. પરંતુ, તેને લઈને હવે જેડીયૂ પર આંગળીઓ ઉઠવા લાગી છે તો પાર્ટી તેનાથી કિનારો કરી રહી છે. બીજી તરફ, વિપક્ષમાં બેઠેલા નેતાઓને હુમલો કરવાનો તક મળી ગઈ છે.

આ પણ વાંચો,

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'રાષ્ટ્રપતિ શાસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ નહીં જઈએ'
બીજેપી-શિવસેના વચ્ચે 30 વર્ષ જૂની મિત્રતા, જાણો બંને વચ્ચે ક્યારે-ક્યારે થયાં અબોલા
First published: November 13, 2019
વધુ વાંચો
अगली ख़बर