Home /News /national-international /

પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, કહ્યું- હું જગ્યા ખાલી કરું છું, હવે ચૂંટણીની રણનીતિ નહીં બનાવું

પ્રશાંત કિશોરની મોટી જાહેરાત, કહ્યું- હું જગ્યા ખાલી કરું છું, હવે ચૂંટણીની રણનીતિ નહીં બનાવું

પ્રશાંત કિશોર

મમતા બેનર્જી માટે ચૂંટણીની રણનીતિ બનાવનાર પ્રશાંત કિશોરે વલણો બાદ મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરશે નહીં.

  નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળના વલણોમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ને 215થી વધુ બેઠકો જોવા મળી રહી છે. ત્યારે, ભાજપ 75થી 80ની આસપાસ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં મમતા બેનર્જી માટે ચૂંટણીની રણનીતિ બનાવનાર પ્રશાંત કિશોરે વલણો બાદ મોટી જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે હવે તે ચૂંટણી રણનીતિકાર તરીકે કામ કરશે નહીં.

  ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, હવે તેઓ આ જગ્યા ખાલી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, હવે તે ભવિષ્યમાં ચૂંટણીની રણનીતિ બનાવવાનું કામ કરશે નહીં. પ્રશાંત કિશોરે કહ્યું, 'હું જે કરી રહ્યો છું, તે કામ હવે હું કરવા નથી માંગતો. મેં ઘણું કર્યું છે, હવે સમય આવ્યો છે કે મારે થોડો આરામ કરવો જોઈએ અને જીવનમાં બીજા કેટલાક કામ કરવા જોઈએ. હું હવે આ સ્થાન ખાલી કરવા માંગુ છું.

  આ વખતે પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસ માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. પ્રશાંત કિશોર કહે છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીની રેલીઓમાં પણ ખૂબ ભીડ આવતી હતી. તેમ છતાં, તે 18 બેઠકો હારી હતી. ભીડનો મતલબ માત્ર વોટ નથી હોતા. રાજ્યમાં ભાજપે પણ 40 રેલીઓ કરી હતી. પરંતુ આનો અર્થ એ નથી કે ટીએમસી હારી જશે.  ત્યારે, સમાચાર એજન્સીની ભાષા અનુસાર, પ્રશાંત કિશોરે 'ઇન્ડિયા ટુડે'ને કહ્યું હતું કે, 'ભાજપને ધર્મનો ઉપયોગ કરવા દેવાથી લઈને, મતદાન કાર્યક્રમો અને નિયમોમાં છૂટછાટ અપવા સુધી, ચૂંટણી પંચે ભગવા પાર્ટીની મદદ કરવા બધુ જ કર્યું. આવી પ્રકારનું પક્ષપાતી ચૂંટણી પંચ કદી જોયું ન હતું, તેણે ભાજપને મદદ કરવા તમામ પગલાં લીધાં હતાં.'

  તમને જણાવી દઈએ કે, આ પહેલા 21 ડિસેમ્બર, 2020 માં પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને એક ટ્વીટ કર્યું હતું. આમાં તેમણે દાવો કર્યો હતો કે, ભાજપે રાજ્યમાં બે આંકડાને પાર કરવા માટે પણ ખુબ સંઘર્ષ કરવો પડશે. જો તે વધુ સારું પ્રદર્શન કરે છે તો હું આ સ્થાન ખાલી કરી દઈશ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Assembly Election 2021, Prashant Kishor, West Bengal Election 2021, મમતા બેનરજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन