Home /News /national-international /પ્રશાંત કિશોરે કહ્યું- BJP હજુ દાયકાઓ સુધી મજબૂત રહેશે, PM મોદીની તાકાતનો અંદાજો નથી લગાવી શક્તા રાહુલ ગાંધી
પ્રશાંત કિશોરે કહ્યું- BJP હજુ દાયકાઓ સુધી મજબૂત રહેશે, PM મોદીની તાકાતનો અંદાજો નથી લગાવી શક્તા રાહુલ ગાંધી
પ્રશાંત કિશોર આ દિવસોમાં TMCના ચૂંટણી કાર્યક્રમ માટે ગોવામાં છે. (ફાઈલ ફોટો)
રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) કહ્યું કે, રાહુલ ગાંધીને કદાચ લાગે છે કે, થોડા સમયમાં લોકો તેમને (નરેન્દ્ર મોદી)ને સત્તા પરથી હટાવી દેશે, પરંતુ એવું નથી થાય.
નવી દિલ્હી. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) આવનારા દાયકાઓ સુધી ભારતીય રાજનીતિમાં મજબૂત બની રહેશે. કિશોરનું માનવું છે કે, ભાજપા સામે દાયકાઓ સુધી લડવું પડશે. કિશોરે કહ્યું કે, જે રીતે 40 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાનું કેન્દ્ર રહી, એ જ રીતે ભાજપા પણ ચાહે હારે કે જીતે, તે સત્તાના કેન્દ્રમાં બની રહશે. એક વખત જો કોઈ રાષ્ટ્રીય સ્તર પર 30 ટકા વોટ હાંસલ કરી લે છે, તે જલ્દી પોતાના સ્થાનેથી ખસતું નથી.
ગોવા સંગ્રહાલયમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, એ જાળમાં ન ફસાતા કે લોકો મોદી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી)થી નારાજ અને અને તેમને સત્તાની બહાર કરી દેશે. બની શકે કે લોકો મોદીને સત્તાની બહાર કરી દે, પરંતુ ભાજપા ક્યાંય નથી જવાનું. તમને તેમની સામે કેટલાય દાયકાઓ સુધી લડવું પડશે.
અંગ્રેજી ન્યુઝપેપર હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર કિશોરે કહ્યું હતું કે, આ મામલામાં રાહુલ ગાંધી સાથે પ્રૉબ્લેમ છે. કદાચ તેમને લાગે છે કે, લોકો થોડા સમયમાં જ મોદીને સત્તા પરથી હટાવી દેશે, પરંતુ તેવું નહીં થાય. કિશોરે કહ્યું કે, જ્યાં સુધી તમે મોદીની તાકાતનો અંદાજો નહીં લગાવો ત્યાં સુધી તેમને હરાવવા માટે કાઉન્ટર પણ નહીં કરી શકો. લોકો તેમની તાકાતને સમજવામાં સમય નથી આપી રહ્યા. જ્યાં સુધી તમે એ નહીં સમજી શકો કે એવી કઈ વાત છે જે મોદીને લોકપ્રિય બનાવી રહી છે ત્યાં સુધી તમે તેમને કાઉન્ટર નહીં કરી શકો.
કોંગ્રેસના નેતાઓને છે ગેરસમજ કિશોરે કહ્યું કે, તમે કોઈપણ કોંગ્રેસ નેતા કે કોઈપણ ક્ષેત્રીય નેતા સાથે વાત કરો, તેઓ કહેશે, બસ, થોડા સમયની વાત છે. લોકો તેમનાથી નારાજ છે. સત્તા વિરોધી લહેર આવશે અને લોકો તેમને સત્તામાંથી બહાર ફેંકી દેશે, પરંતુ મને લાગે છે કે એવું નહીં થાય.
કિશોરે કહ્યું કે, વોટર બેઝ જોઈએ તો લડાઈ એક તૃતીયાંશ અને બે તૃતીયાંશની વચ્ચે છે. માત્ર એક તૃતીયાંશ લોકો ભાજપાને વોટ આપી રહ્યા છે યા ભાજપાનું સમર્થન કરવા માગે છે. સમસ્યા એ છે કે આ બે તૃતીયાંશ ભાગ ઘણો વિખેરાયેલો છે. તે 10, 12 કે 15 રાજકીય દળોમાં વિભાજિત છે અને મુખ્ય રુપથી કોંગ્રેસના પતનનું કારણ છે. તેમણે કહ્યું કે, આ એ માટે છે કેમ કે કોંગ્રેસનું સમર્થન ખતમ થઈ ગયું છે. 65% વોટ બેઝ તૂટી ગયો છે તેના કારણે નાની નાની પાર્ટીઓ બની ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર