પ્રશાંત કિશોરે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું

પ્રશાંત કિશોર (ફાઇલ તસવીર)

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે ઘોષણા કરી હતી કે તેઓ હવે ચૂંટણી રણનીતિકારની ભૂમિકામાંથી મુક્ત થશે

 • Share this:
  નવી દિલ્હી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore)એ પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)ના મુખ્ય સલાહકારના પદથી રાજીનામું આપી દીધું છે. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, હું આપને મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીઓ સંભાળવામાં સક્ષમ નથી. મારો આપને અનુરોધ છે કે મહેરબાની કરીને મને આ જવાબદારીમાંથી મુક્ત કરો. રિપોર્ટ મુજબ, પ્રશાંત કિશોરે કહ્યું કે, જેમ કે તમે જાણો છો કે હું જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી થોડાક દિવસો આરામ ઈચ્છું છું, એવામાં આપના મુખ્ય સલાહકારના રૂપમાં જવાબદારીને સંભાળવામાં સક્ષમ નથી. ભવિષ્યમાં શું કરીશ, તેની પર હજુ કોઈ નિર્ણય નથી લીધો, તેથી હું આપને અનુરોધ કરું છું કે કૃપા કરીને મને આ જવાબદારીથી મુક્ત કરો.

  નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે ઘોષણા કરી હતી કે તેઓ હવે ચૂંટણી રણનીતિકારની ભૂમિકામાંથી મુક્ત થશે. ત્યારબાદથી જ તેમની ફરી એક વાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરવાની શક્યતા વ્યક્ચ કરવામાં આવી રહી છે. તેઓ થોડા વર્ષ પહેલા જનતા દળ (યૂ)માં સામેલ થયા હતા. પરંતુ બાદમાં પાર્ટીથી અલગ થઈ ગયા હતા.

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ, વીડિયો વાયરલ થતાં વિસ્તારમાં આક્રોશ

  શું હવે કોંગ્રેસમાં સામેલ થશે પ્રશાંત કિશોર?

  કિશોરે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે તેમના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઈ છે. તેમના રાજીનામા બાદ આ અટકળોને વધુ બળ મળ્યું છે. પાર્ટી સૂત્રોએ ગયા મહિને જાણકારી આપી હતી કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ 22 જુલાઈએ એક બેઠક બોલાવી હતી અને તેનો મુખ્ય એજન્ડા પાર્ટીમાં સામેલ થવાની સ્થિતિમાં પ્રશાંત કિશોરને આપવામાં આવનારી ભૂમિકા અને તેનાથી પાર્ટીને થનારા લાભ-નુકસાન પર ચર્ચા કરવાનો હતો.

  આ પણ વાંચો, Alert: જો તમે પણ વેચી રહ્યા છો જૂના સિક્કા કે નોટ તો થઈ જાઓ સાવધાન, RBIએ જાહેર કરી જરૂરી સૂચના


  રાહુલ ગાંધીના નિવાસસ્થાન પર યોજાયેલી આ બેઠકમાં પાર્ટીન વરિષ્ઠ નેતા એ.કે. એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કમલ નાથ, અંબિકા સોની, હરીશ રાવત, કે.સી. વેણુગોપાલ અને અન્ય કેટલાક નેતા સામેલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં સામેલ મોટાભાગના નેતાઓએ એ વાત પર સહમતિ વ્યક્ત કરી હતી કે પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં સામેલ થવાથી પાર્ટી માટે ફાયદારૂપ તશે. જોકે, કોંગ્રેસમાં સામેલ થવાને લઈને પ્રશાંત કિશોરે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ ઉપરાંત કોંગ્રેસે પણ આ વિશે અધિકૃત રીતે કોઈ નિવેદન આપ્યું નથી.
  Published by:Mrunal Bhojak
  First published: