Home /News /national-international /નીતિશ કુમારની હવે ઉંમર થઈ ગઈ, એટલા માટે તેઓ કંઈ પણ બોલી નાખે છે- પ્રશાંત કિશોરે આપ્યો વળતો જવાબ
નીતિશ કુમારની હવે ઉંમર થઈ ગઈ, એટલા માટે તેઓ કંઈ પણ બોલી નાખે છે- પ્રશાંત કિશોરે આપ્યો વળતો જવાબ
પ્રશાંત કિશોરે આપ્યો જવાબ (ફાઈલ ફોટો)
Prashant Kishor on Nitish Kumar: ગત રોજ બિહારના સીએમ નીતિશ કુમારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેમણે કોંગ્રેસ સાથે જેડીયૂનો વિલય કરવાની વાત કહી હતી.
નવી દિલ્હી: પ્રશાંત કિશોરની ઓફરવાળા દાવા પર વાત કરતા હાલમાં જ બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું હતું કે, તેમણે ચાર પાંચ વર્ષ પહેલા અમને કોંગ્રેસ સાથે વિલય કરવા માટે કહ્યું હતું. તેમની આ વાત પર વળતો જવાબ આપતા પીકેએ કહ્યું કે, નીતિશ કુમારની ઉંમરની અસર દેખાઈ રહી છે. તેઓ કહેવા કંઈ બીજૂ માગે છે, અને કહેવાય જાય છે અલગ.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે, નીતિશ કુમાર પર હવે ધીમે ધીમે તેમની ઉંમરની અસર દેખાવા લાગી છે. તેઓ એકલા પડી ગયા છે, જેના કારણે તેઓ કંઈ પણ બોલી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, હું ભાજપના એજન્ડા પર કામ કરી રહ્યો છું, અને પાછા કહી રહ્યા છે કે, મેં તેમને કોંગ્રેસ સાથે વિલય કરવાની વાત કહી. પીકેએ કહ્યું કે, તે ભ્રમિત અને રાજકીય રીતે એકલા પડી ગયા છે. તેઓ એવા લોકોથી ઘેરાયેલા છે, જેમના પર તેઓ વિશ્વાસ કરી શકે નહીં.
હકીકતમાં હાલમાં જ બિહારમાં પોતાની જન સુરાજ યાત્રા દરમિયાન પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, સીએમ નીતિશ કુમારે થોડા દિવસ પહેલા તેમને કહ્યું હતું કે, તેઓ પાછા ફરે અને તેમનું કામ સંભાળે. પીકેએ કહ્યું કે, મેં ના પાડી દીધી. પીકેએ કહ્યું કે, નીતિશ કુમારની ઈચ્છા હતી કે, તેઓ ફરીથી તેમની સાથે જોડાઈ જાય અને કામ સંભાળે, પણ હવે તે શક્ય નથી. કારણ કે તેઓ 3500 કિમી લાંબી યાત્રા પર ફોક્સ કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર