Home /News /national-international /કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તે મે મહિનામાં પોતાની રાજનીતિક ભવિષ્યને લઇને મોટી જાહેરાત કરશે

Prashant Kishor meets Sonia Gandhi - આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાતચીત શરુ કરી છે

નવી દિલ્હી : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi)પોતાના નિવાસસ્થાન 10 જનપથ પર શનિવારે બપોરે એક બેઠક બોલાવી હતી. જેમાં સામેલ થવા માટે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)પણ પહોંચ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે પ્રશાંત કિશોર સિવાય આ બેઠકમાં કોંગ્રેસના (Congress)વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, અંબિકા સોની, જયરામ રમેશ, મુકુલ વાસનિક, દિગ્વિજય સિંહ અને અજય માકન પણ સામેલ થવા માટે 10 જનપથ પહોંચ્યા છે.

પ્રશાંત કિશોરે હાલમાં જ એક નિવેદનમાં કહ્યું હતું કે જો યોગ્ય રણનિતી સાથે સમય પર તૈયારીઓ શરુ કરી દેવામાં આવે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપાને હરાવવું શક્ય છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે વાતચીત શરુ કરી છે. કેટલાક દિવસો પહેલા એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોંગ્રેસ પાર્ટી પ્રશાંત કિશોરને ગુજરાતની ચૂંટણીમાં કોઇ મોટી ભૂમિકા સોંપી શકે છે. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તે મે મહિનામાં પોતાની રાજનીતિક ભવિષ્યને લઇને મોટી જાહેરાત કરશે.

આ પણ વાંચો - Opinion: વિશ્વને ખાદ્યાન્ન આપવાની પીએમ મોદીની ઓફર, દેશના ખેડૂતોનુ સન્માન

જોકે પ્રશાંત કિશોર સાથે જોડાયેલ સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિકારની ભૂમિકા ભજવવાને બદલે તેમનું પાર્ટીમાં સામેલ થવું હજુ પણ એક દૂરની સંભાવના છે. જોકે પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં સામેલ થવાની સંભાવનાથી ઇન્કાર પણ કરી શકાય નહીં. તમને જણાવી દઈએ કે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની જીત પછી સપ્તાહો સુધી પ્રશાંત કિશોરની કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે બેઠક થઇ હતી. જે કોઇ પણ નિર્ણય પર પહોંચી ન હતી. આ પછી કોંગ્રેસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં પોતાના ચૂંટણી અભિયાનને સંભાળવા માટે પ્રશાંત કિશોરના એક પૂર્વ સહયોગી સાથે કરાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં કોંગ્રેસ માટે સર્વે કરી રહી છે. આ બેઠક પહેલા પ્રશાંત કિશોર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ મળી ચૂક્યા છે. પંજાબ ચૂંટણી પહેલા પણ પ્રશાંત કિશોરની કોંગ્રેસના મોટા નેતાઓ સાથે ઘણી મુલાકાત થઇ હતી. ત્યારે પણ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો લાગી હતી. જેને પ્રશાંત કિશોરે ફેક ન્યૂઝ ગણાવ્યા હતા.
First published:

Tags: Prashant Kishor, Sonia Gandhi