Home /News /national-international /લોકસભાની ચૂંટણી પહેલાં JDUમાંથી થઈ શકે છે, પ્રશાંત કિશોરનું પત્તું સાફ

લોકસભાની ચૂંટણી પહેલાં JDUમાંથી થઈ શકે છે, પ્રશાંત કિશોરનું પત્તું સાફ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પ્રશાંત કિશોરની ફાઇલ તસવીર

જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે તાજેતરમાંજ આપેલા નિવેદન બાદ પક્ષમાં ધમસાણ મચ્યું છે, જેના કારણે પ્રશાંત કિશોરનું પત્તુ સાફ થવાની શક્યતાઓ છે.

  ન્યૂઝ 18 ગુજરાતી: જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે તાજેતરમાંજ આપેલા નિવેદન બાદ પક્ષમાં ધમસાણ મચ્યું છે. એવી શક્યતા છે કે જેડીયુમાંથી તેનું પત્તું સાફ થઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં લાગેલી પાર્ટીએ સંકેતો આપ્યા છે કે ચૂંટણી પહેલાં જ પ્રશાંતને પક્ષમાંથી બરતરફ કરવામાં આવે.

  પ્રશાંત કિશોરની ઓળખ રાજકારણના રણનીતિકાર તરીકેની છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રશાંત કિશોરે તેમને લોકસભા 2014ની અને વિધાનસભા 2012ની ચૂંટણી જીતવા માટે મદદ કરી હતી.

  આ પણ વાંચો:  શું પ્રિયંકા ગાંધીની મદદથી સપા-બસપા અને ભાજપની ગેમ પલટી દેશે કોંગ્રેસ?

  પ્રશાંત કિશોરે થોડા દિવસો પહેલાં નિવેદન આપ્યું હતું કે ભાજપ સાથે ગઠબંધન કરવાના નીતિશ કુમારના વિચારોથી તેઓ સહમત નથી. મહાગઠબંધનમાંથી નીકળ્યા બાદ મુખ્યમંત્રીએ જનાદેશ મેળવવાની જરૂર હતી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પ્રશાંત કિશોર નીતિશ કુમારના નિર્ણયથી સહમત નહોતા.

  આ પણ વાંચો:  દેશમાં કોંગ્રેસ તરફી માહોલ, ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું: સાતવ

  પોતાના અનુભવોનું વર્ણન કરતા સમયે પ્રશાંત કિશોરે કરેલી આ વાત જેડીયુના નેતાઓને પસંદ આવી નથી. જેડીયુના પ્રવક્તા નીરજ કુમાર અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શ્યામ રજકે પ્રશાંત કિશોરને ખૂબ જ ખરી ખોટી સંભળાવી હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: JDU, Lok sabha election 2019, Nitish Kumar, Prashant Kishore

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन