નવી દિલ્હી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)ના કોંગ્રેસ (Congress)માં સામેલ થવાની શક્યતાઓ પર છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. હાલમાં પ્રશાંત કિશોર તરફથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કર્યા બાદ આ અટકળોને ઘણું બળ મળ્યું છે. જોકે, તેઓ પોતાના તરફથી આ અટકળો પર વિરામ લગાવતા જોવા મળ્યા છે. હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીએ આ સંબંધમાં પાર્ટીના નેતાઓના અભિપ્રાય માંગ્યા છે.
કોંગ્રેસ જોકે આ વિશે કંઈ કહેવાથી અત્યાર સુધી બચતી દેખાઈ રહી છે. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના એક રિપોર્ટ મુજબ, હવે પાર્ટીની અંદર આ વાતને લઈ ચર્ચા તેજ થઈ ગઈ છે. પાર્ટીમાં આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોએ જણાવ્યું કે 22 જુલાઈએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મામલા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામેલ હતા. તેમાં એકે એન્ટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની ઉપસ્થિત હતાં.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમામ લોકો પ્રશાંત કિશોરના નામને લઈ માની જાય છે તો કોંગ્રેસમાં તેમને મહાસચિવ (અભિયાન પ્રબંધન)ના રૂપમાં અગત્યની જવાબદારી પણ આપવામાં આવી શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રશાંત કિશોરે 15 જુલાઈએ કોંગ્રેસને આગળ વધારવા માટે ગાંધી પરિવારની સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું.
મળતી જાણકારી મુજબ, 22 જુલાઈએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે પ્રશાંત કિશોર વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શું મત ધરાવે છે. એક કોંગ્રેસ નેતાનો એવો પણ દાવો છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી કેટલાક દિવસોમાં આ મામલા પર અંતિમ નિર્ણય લઈ શકે છે. તેથી તેમણે પહેલા કોંગ્રેસના નેતાઓના અભિપ્રાય માંગ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર